આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઠેરઠેર મહિલાઓના ઉત્થાન માટેના મોટીવેશનલ કાર્યક્રમોનું આયોજન થયું હતું. તો બીજી તરફ ધૂળેટી પર્વની પણ ઉજવણી કરાઈ છે. માતર પોલીસ સ્ટેશન ખાતે મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ છે.
8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આ દિવસની આજે ખેડા જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. ક્યાંક આ દિવસના આગળના દિવસે તો ક્યાંક પાછળના દિવસે ઉજવણી કરવાનું આયોજન ઘડાયું હતું. ખેડા જિલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે માતર પોલીસ સ્ટેશન ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં પોલીસ સ્ટેશનમાં PSI એચ.એમ.રબારી દ્વારા અહીયા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખાસ માતર પોલીસમાં ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા કેક કાપી આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પોલીસ, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓએ મહિલાઓને બીરદાવવાના કાર્યક્રમો યોજ્યા હતા. અને બાદમાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.