ધાર્મિક:ખંડિત કરાયેલ હનુમાનદાદાની મૂર્તિના સ્થાને નવી મૂર્તિની સ્થાપના

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં શહીદ સ્મારક પાસે 14 દિવસ અગાઉ ઘટના બની હતી

ગત તા.22 એપ્રિલના રોજ બપોરના સમયે અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આઝાદ ચોક પાસે જાગેશ્વર હનુમાન દાદાની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. જે બાદ આ મંદિરમાં દાદાની નવી મૂર્તિની સ્થાપના માટે સ્થાનિકો દ્વારા નેમ લેવામાં આવી હતી.

જે અનુસંધાને તા.6 મેના રોજ મંદિરની આસપાસ ના રહીશો દ્વારા દાદાની નવી મૂર્તિનો જળાભિષેક કરીને વિધિ-વિધાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં આસપાસના વિસ્તારમાં રહેતા ભક્તો દ્વારા ધામધૂમથી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને હવન પણ રાખવામાં આવ્યું હતો.

મહત્વની વાત છેકે 14 દિવસ અગાઉ કોઈ વ્યક્તિ દ્વારા દાદાની મુર્તિને પથ્થર થી ઘા કરી ખંડિત કરવામાં આવી હતી. મંદિરનો અખંડ દીવો પણ ઓલવી નાખવામાં આવ્યો હતો. જે અન્વયે પોલીસ કાર્યવાહી દરમિયાન આ કૃત્ય કરનાર વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...