સરળ ભાષામાં સમજણ:સરકારની વિવિધ યોજનાઓ બેંકના માધ્યમથી કઈ રીતે સરળતાથી મળે, નડિયાદમાં બેંકો દ્વારા માહિતીના સ્ટોલ લગાવાયા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો

આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીની શૃંખલાના ભાગરુપે, આઈકોનિક વીક મહોત્સવ નિમિતે, ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના દેસાઈ સંસ્કાર કેન્દ્ર ખાતે ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે બેન્કો દ્વારા લોન વિતરણ કરવામાં આવ્યુ અને ભારત સરકારની વિવિધ યોજનાઓ બેન્કના માધ્યમથી કઈ રીતે સરળતાથી લોકો સુધી પહોંચે એ બાબતે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય મેહમાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આઇકોનિક ઉજવણીના ભાગરૂપે આયોજિત ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમના આયોજન બદલ બેંક ઓફ બરોડાના આયોજકોને બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે વડા પ્રધાનના નેતૃત્વમાં ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે જનધન યોજના, ક્રેડિટ કાર્ડ, DBT, વગેરેને લોકો સુધી પહોંચાડવામાં બેન્કની ભૂમિકા મહત્વની છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે આજે ભારતમાં ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જે દેશ માટે ગર્વની બાબત છે. વળી કેશલેશ ઈકોનોમી તરફ ઝડપથી ગતિ કરતા ખેડૂતોને કિશાન-સમ્માન નીધી અંતર્ગત મળવાપાત્ર રકમ સીધી જ ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓ ઉપર અંકુશ આવ્યો છે. આ ઉપરાંત તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના, અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના અને યુવાનો માટે પ્રધાન મંત્રી મુદ્રા યોજના વગેરેનો ઉલ્લેખ કરી તમામ લોકોને આ યોજનાઓનો લાભ લેવા તથા અન્ય લોકોને માહિતગાર કરવા અપીલ કરી હતી.

બેન્ક ઓફ બરોડાના નેટવર્ક ડીજીએમ કે. કે. સિંહ દ્વારા ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમ અને બેન્કની ભૂમિકા વિશે ઉપસ્થિત લોકોને અને માહિતગાર કરવામાં આવ્ય હતા. તેમણે બેંકની નવી ભૂમિકા, જનસમર્થન પોર્ટલની માહિતી અને ડિજિટલ વ્યવહાર માટે આહવાન કર્યું હતું. ઉપરાંત બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદના ઝોનલ હેડ રવિ શંકર અને SBI, RBO નડીઆદના જગદીશકુમાર સિંહ દ્વારા લોન ઈકો સિસ્ટમ, સાઇબર ક્રાઇમ, બેંક અને ગ્રાહકોના પારસ્પરિક કર્તવ્યો જેવી બાબતો પર મુક્ત ચર્ચા કરીને લોકોને બેંકના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓ મેળવવા કહેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી લોનના સેક્શન લેટ્ટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુ માહિતી માટે વિવિધ બેન્કો દ્વારા માહિતી સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, રવિ શંકર ઝોનલ હેડ BOI અમદાવાદ, જગદીશકુમાર પરમાર, ક્ષેત્રીય પ્રમુખ SBI RBO, નડીઆદ, કે.કે સિંહ, નેટવર્ક ડી.જી. એમ, અમદાવાદ ઝોન, અમિત સિંહા, ક્ષેત્રીય વ્યવસ્થાપક BOI, ખેડા ભરતકુમાર એચ પરમાર, LDM ખેડા, BOB, પ્રાદેશિક કચેરી નડીઆદ વગેરે મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં વિવિધ બેંકના કર્મચારીઓ, ગ્રાહકો અને યોજનાના લાભાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...