ખેડા જિલ્લામાં કમોસમી માવઠુ થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેતરમાં તમાકુ અને ઘઊનો પાક તૈયાર ઉભો છે. તેજ સમયે માવઠુ થતા પાકને નુકસાન ન થાય તેની ભીતિ ખેડુતો સેવી રહ્યા છે. જિલ્લામાં નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, ઠાસરા અને ગળતેશ્વર પંથકમાં બુધવારે મોડી રાત્રે કમોસમી માવઠુ થતા ગરમીનો પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. 10 દિવસમાં બે વાર કમોસમી માવઠુ થયું છે.
નડિયાદ શહેરમાં બુધવારે રાત્રે પડેલા માવઠાને કારણે સાંસદ સેવા કેન્દ્ર પાસેનો રસ્તો ચીકણો બન્યો હતો. પરિણામે નગરપાલિકા થી આરટીઓ તરફ જતા વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો બન્યા હતા. સ્થાનિકોનું સ્થિતિ પર ધ્યાન જતા સેવાભાવી લોકોએ વાંસની પટ્ટીઓ મુકી વાહનો માટે રસ્તો બંધ કરી દીધો હતો. જે ગૂરૂવારે બપોર સુધી બંધ રહેતા વાહનચાલકો પણ રસ્તો શા માટે બંધ કર્યો હસે, તેને લઈ આશ્ચર્ય અનુભવતા જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.