મરી જવા મજબૂર કર્યાનો મામલો:ખેડાના ગોબલજમા યુવકના આપઘાત પ્રકરણમાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓની ધરપકડ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેચાણ આપેલ મકાનના લોનના હપ્તા મકાન રાખનાર ઈસમોએ ન ભરતા તેના ત્રાસથી આપઘાત કરનાર યુવકના પ્રકરણ મામલે ખેડા ટાઉન પોલીસની કાર્યવાહી

ખેડાના ગોબલજ ગામે પરણિત યુવાને ઝેરી દવા પી આપઘાત કેસમા ખેડા ટાઉન પોલીસે 5 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જેમાંથી પોલીસે 3 વ્યક્તિઓની ધરપકડ કરી દીધી છે. મહત્વનું છે કે યુવાને આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામા વીડિયો વાઈરલ કર્યો હતો અને સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેના કારણે પોલીસે આ યુવાનને મરવા માટે મજબુર કરનાર 5 સામે ગુનો નોંધ્યો હતો.

નડિયાદ ખાતેનું મકાન વાહીદા ખલીફા નામના વ્યક્તિને વેચી દીધું હતું
ખેડા તાલુકાના ગોબલજ ગામે રહેતા 33 વર્ષીય પરણિત તૌફીકશા અનવરશા પીરૂશા દિવાને 2 સપ્ટેમ્બરના રોજ ઝેરી દવા પી આપઘાત કરી દીધો હતો. આ સંદર્ભે ખેડા ટાઉન પોલીસમા દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો હતો. જેમા જણાવ્યા મુજબ મરણજનાર તૌફીકશા દિવાને આશરે ચારેક વર્ષ પહેલા નડિયાદ કબ્રસ્તાન ચોકડી અલમહંમદી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ વેચાણ લીધો હતો. તૌફીકશા દિવાને આ ફ્લેટનુ મકાન યુકો બેંકમાંથી લોન કરી વેચાણ રાખ્યું હતું. આ બાદ તેઓ અહીંયા લગભગ દોઢેક વર્ષ જેટલું રહ્યા હતા. આ પછી મૂળ ગામ ગોબલજ રહેવા આવી ગયા હતા. છેલ્લા બે મહિના ઉપર નાણાંની તાતી જરૂર હોવાથી તૌફીકશા દિવાને પોતાનું નડિયાદ ખાતેનું મકાન વાહીદા ખલીફા નામના વ્યક્તિને વેચી દીધું હતું. આ સમયે વાહીદા ખલીફાએ જણાવ્યું કે બાકી રહેલા મકાનનો હપ્તો ભરી દઈશ.

ગયા બે દિવસ અગાઉ જ પોતાના દોસ્તારને વેદના કહી​​​​​​
પરંતુ વાહીદા ખલીફા મકાનના લોનના હપ્તા છેલ્લા બે મહિનાથી ભર્યા નહોતા. જેથી બેંકમાંથી મૂળ માલિક તૌફીકશા દિવાન ઉપર નોટિસો આવી હતી. આ સંદર્ભે તૌફીકશાએ વાહીદા ખલીફાને લોનના હપ્તા ભરવા જણાવતા તો તેઓને ધાક ધમકી મળતી હતી અને ખોટી હેરાનગતી કરતા હતા આથી સતત ટેન્શનમાં રહેતા તૌફીકશા દીવાને આ સમગ્ર મામલે ગયા બે દિવસ અગાઉ જ ખેડા ખાતે રહેતા પોતાના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. અને પોતાની સાથે ચીટીંગ થયેલું હોવાનું જણાવી હું આપઘાત કરી દઈશ તેવી વાત પોતાના મિત્રને કહી હતી.

મૃતકે એક વીડિયો બનાવી વાઈરલ કર્યો
​​​​​​​
શુક્રવારના રોજ તૌફીકશા દિવાને બપોરના સુમારે ગોબલજ ગામના તળાવ કિનારે આવેલ બાંકડા પર બેઠા બેઠા ઉપરોક્ત ત્રાસથી કંટાળી જઈ ફોરેટ નામની ઝેરી દવા ગટગટાવી જીંદગીનો અંત આણ્યો હતો. જોકે આ પહેલા મરણજનાર તૌફીકશા દિવાને પોતાનો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં તેણે 5 વ્યક્તિઓના નામજોગ ઉલ્લેખ કરી જણાવ્યું કે આ લોકોએ મારુ મકાન ચિટીગથી લઈ લીધુ છે અને મકાનના લોનના હપ્તા પણ ભરતા નથી. હાલ સુધી મારી ઉપર ત્રણેક નોટીસો પણ આવી ચૂકી છે. પણ આ લોકોને કહેતા તેઓ ધાક ધમકીઓ આપે છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. હું આ લોકોના ત્રાસથી આપઘાત કરી રહ્યો છું.

ખેડા પોલીસે આઈપીસી 306, 506(2), 114 મુજબ ગુનો નોંધી 5 પૈકી 3 લોકોની ધરપકડ કરી
​​​​​​​
આ ઉપરાંત તેણે એક કાગળમા એક સુસાઇડ નોટ પણ લખી હતી જે તેના ખિસ્સામાંથી પોલીસને મળી આવી હતી. આ સમગ્ર મામલે મરણ જનાર તૌફીકશા દિવાનના સગાભાઈ જાવેદશા દિવાને ખેડા ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઉપરોક્ત વાહીદા ખલીફા, લાલજી ભરવાડ, સલમાન, આરીફચિનાનો ભાણિયો અને ચીનો ગાયકવાડ (તમામ રહે. નડિયાદ) સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને આ પૈકી વાહિદા ખલીફા, લાલજી ગોબરભાઈ ભરવાડ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી દીધી છે. જ્યારે બે લોકોને પકડવાના બાકી હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યું છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...