ભ્રષ્ટાચારનો આક્ષેપ:નડિયાદના વોર્ડ 6માં વર્ષ 2017માં કાગળો પર બોરવેલ બનાવી રૂપિયા 17 લાખ ચાવ કર્યાનો આક્ષેપ આપતી અરજી કરાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકા ફરી વખત વિવાદમાં આવી છે. નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર 6માં વર્ષ 2017માં ચોપડા પર જ ટ્યુબવેલ બનીને રૂપિયા 17 લાખ જેટલી રકમ ચાઉ થયું હોવાનું આ વિસ્તારના ચૂંટાયેલા અપક્ષ સભ્યના ધ્યાનમાં આવતા તેમણે પુરાવા સાથે નડિયાદ ટાઉન પોલીસમાં વર્ષ 2017માં ફરજ બજાવતા ચીફ ઓફિસર પ્રમુખ અને પાલિકા સભ્ય સામે નાણાંની ઊંચાપત બાબતની ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે.

આપેલ અરજીમા જણાવ્યા મુજબ
નડિયાદ પાલિકાના અપક્ષ સભ્ય માજીદ ખાન પઠાણે નડિયાદ ટાઉન પોલીસમાં આપેલી અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે નડિયાદ નગરપાલીકામા આવેલ વોર્ડ નંબર 6 વિસ્તાર ભૈરવ મંદિર વાળા વિસ્તારની આસપાસ ધણી બધી સોસાયટીઓ આવેલી હોય અને ડેવલોપ થતો વિસ્તાર હોવાને કારણે બોરવેલ બનાવવા માટે નગરપાલીકાના સામાન્ય સભાના ઠરાવ મંજુરી આપવામા આવી હતી. અને આવિસ્તારમા નવીન ટયુબવેલ 10" 150 મીટરની ઉંડાઈનો બનાવવા માટે નડિયાદ નગરપાલીકા તરફથી અલઅમીન સોસાયટીની આસપાસ જમીન ફાળવેલ હતી. અને નકશા નગરપાલીકા હસ્તક જમા થયેલ હતા.

ચીફ ઓફિસર, પાલિકાના એકાઉન્ટર તેમજ સભ્યે ભેગા મળીને ગુનાહિત ઉચાપત કરી
નડિયાદ નગરપાલીકાના ડીપાર્ટમેન્ટ તરફથી સર્વે થઈ ગયેલ અને ત્યાર બાદ બોરનો ખર્ચ અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલ અને તે પેટે વર્ક ઓર્ડર પણ આપી દીધેલ અને આ બાદ સામાન્ય સભાના ઠરાવ ક્રમાંક નંબર 17થી રૂપીયા 17 લાખ મંજુર કરી ખર્ચ કરવામા આવેલ હતું. હાલમા અરજદારને જાણવા મળેલ છે કે નડિયાદ નગરપાલીકાએ ઉપરોકત વિગતે બારોબાર રકમ ઉચાપત કરી દીધેલ છે. અને ઠરાવમા જણાવેલ કોઈ પણ બોરવેલ આ વિસ્તારમાં બનાવેલ નથી કે તે અસ્તિત્વમા નથી. અને રુપીયા સત્તર લાખ જેટલી માતબર રકમ વર્ષ 2017ના ચીફ ઓફિસર પ્રમુખ પાલિકાના એકાઉન્ટર તેમજ સભ્ય એ ભેગા મળીને ગુનાહિત ઉચાપત કરી નાખેલ છે.અને કોઈ પણ જાતનું બોરવેલ બનાવવામા આવેલ નથી.

અંગત ખર્ચમા કોઈ પણ રીતે વાપરી કાઢી હોવનો​​​​​​​ આક્ષેપ
બોરવેલ બનાવવાના નામે રુપીયા સત્તર લાખ જેવી માતબર રકમ ફાળવી તે રકમ પોતાના અંગત ઉપયોગમા વાપરી કાઢી ઉચાપત કરેલાનું માલુમ પડેલ છે. કોઈ બોરવેલ નહી બનાવી ગુનાહિત ઉચાપત અને ભષ્ટાચાર કરેલ હોય તેઓની સામે જાહેર‌હિતના નાણા તેમજ નાગરીકોની રકમ પોતાના અંગત ખર્ચમા કોઈ પણ રીતે વાપરી કાઢી અને જાહેર જનતા સાથે અને વોર્ડ નંબર 6ના નાગરીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી એકબીજાને સાથ સહકાર આપી કૌભાંડ કરી પોતાની ફરજો પ્રમાણીકતાથી નહી બજાવી જાહેર નાણાનો દુરઉપયોગ કરી અપ્રમાણીક રીતે ભષ્ટાચાર આચર્યો છે.

હાલમાં અરજીના રૂપમાં છે પોલીસે તેને એફઆઇઆરના રૂપમાં કન્વર્ટ કરી નથી
પ્રજાના નાણા પોતાના અંગત ઉપયોગમા વાપરી નાખેલ છે. જેથી તેઓની સામે કાયદેસરની ફરીયાદ રજીસ્ટર કરી કાયદેસરની તપાસ કરવી.તેવું અરજીમાં જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે પાલિકાના ચૂંટાયેલા જવાબદાર સભ્ય માજીદખાને પોલીસમાં આપેલી આ અરજી હાલમાં અરજી ના રૂપમાં છે પોલીસે તેને એફઆઇઆરના રૂપમાં કન્વર્ટ કરી નથી જોકે આવી અરજી વખતે પોલીસે તપાસ કર્યા બાદ સત્ય જણાય તો જ એફઆઇઆર નોધે છે પોલીસ આ બાબતને તપાસ કરી વાત સત્ય હોય તો આગળની કાર્યવાહી કરે તેવી જાગૃત નાગરિકોની પણ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...