પ્રભારી મંત્રીની ઓચિંતી મુલાકાત:વસોના પીજ ગામમાં પ્રભારી મંત્રીએ સમગ્ર પરિસ્થિતિનું આંકલન કર્યું, વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે પૂર અંગે સમીક્ષા બેઠક કરી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ઓચિંતી મુલાકાતે મંત્રી
  • પ્રો-એક્ટિવ ડિઝાસ્ટર વ્યવસ્થાપનની બાબતો પર વિગતવાર ચર્ચા હાથ ધરી

ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રે પડેલા અનારાધાર વરસાદના સંદર્ભે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી મનીષા બેન વકીલે ખેડા જિલ્લાની વિવિધ સ્થળોની સ્થળ મુલાકાત કરીને સમગ્રયતા પરિસ્થિતિનું આંકલન કર્યું હતું. તેમજ કલેક્ટર કચેરી ખાતે વર્ષ -2022 ભારે વરસાદ અને પૂર અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ ખેડા જિલ્લાના પીજ ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યાં રહીશો સાથે વાતચીત કરી. ગામ લોકો સાથે પ્રશ્નોત્તરી કરી તેમજ ગામમાં વરસાદના કારણે થયેલા નુકસાનની સ્થળે જ મુલાકાત લીધી હતી.

મંત્રીએ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી
મંત્રીએ પીજ ગામમાં સ્થળ પર જઇને પાણીની પ્રવર્તમાન સ્થિતિ, સંજોગો અને જરૂરિયાતો વિશેને તાગ મેળવ્યા બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી. ખેડા-નડિયાદ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલ તારાજી સંદર્ભે રાહત કામગીરી, વરસાદી પાણીના ઝડપી નિકાલ, સ્વચ્છતા અંગેના વ્યવસ્થાપન અંગેની વિગતવાર ચર્ચા મંત્રી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપી
બેઠકમાં મંત્રીએ જિલ્લાના જરૂરિયાતમંદોને સંપૂર્ણપણે સુરક્ષા પ્રદાન કરવા,ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાહત કામગીરી હાથ ધરવા, આગામી પરિસ્થિતિ માટે પ્રો એક્ટિવ કામગીરી હાથ ધરવા તેમજ વધુ અસરકારક ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે,અધિક નિવાસી કલેક્ટર બી,એસ પટેલ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...