• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In Varsola Of Mehmedabad, Despite The Stoppage, The ST Did Not Stop, The Villagers, Including The Students, Were Forced To Go In Private Vehicles.

બસ ઉભી ન રહેતા હાલાકી:મહેમદાવાદના વરસોલામાં સ્ટોપેજ હોવા છતાં એસ.ટી ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ખાનગી વાહનોમાં જવા મજબૂર

નડિયાદ13 દિવસ પહેલા
  • ગ્રામજનોએ એસટી વિભાગને રજૂઆત કરી, મહેમદાવાદથી નડિયાદ તરફની નવી બસ ચાલુ કરવાની પણ માગ કરાઈ

મહેમદાવાદના વરસોલા ગામે લોકલ એસટી બસનું સ્ટોપેજ હોવા છતાં પણ લોકલ બસો ઊભી ન રહેતા ગ્રામજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગ્રામજનોએ એસટી વિભાગને રજૂઆત પણ કરી છે.

અગત્યના કામ અર્થે નીકળેલા ગ્રામજનોને હાલાકી
આ રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા વખતથી અમદાવાદ-નડિયાદના રોડ ઉપર એસ.ટી. બસ દોડતી રહી છે. તેમા વચ્ચે આવતા લોકલ ગામડા માટેના બસ ઉભી રાખવા માટેના સ્ટોપ આપેલા છે. આમા મહેમદાવાદ તાલુકાના વરસોલાનું સ્ટોપ પણ આવેલુ છે. જે સ્ટોપ ઉપર મોટા ભાગની લોકલ એસ ટી. બસો પેસેન્જર હોવા છતા પણ બસને ઉભી રાખતા નથી. સવારે તો અગત્યના કામ અર્થે નીકળેલા ગ્રામજનોના કામ રઝળી પડતા હોય છે.

પાસ હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જવા મજબૂર
બસ ઉભી ન રહેતા ખાસ કરીને મજુર વર્ગ, વિદ્યાર્થી વર્ગ તથા આજુ-બાજુના ગ્રામજનોને ઘણી મુશકેલીઓ વેઠવી પડી રહી છે. સવારે સ્કૂલ અર્થે આવતા જતાં વિદ્યાર્થીઓને ન છુટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. વિદ્યાર્થી કન્શેસન પાસ કઢાવ્યો હોવા છતાં ન છુટકે બસ ન ઉભી રહેતા ખાનગી વાહનોમા મુસાફરી કરવા મજબૂર થવુ પડ્યુ હોવાનું એક ગામના વિદ્યાર્થીએ જણાવ્યું છે. વહેલામા વહેલી તકે લોકલ એસ.ટી. બસોને વરસોલાના સ્ટેન્ડ ઉપર ઉભી રાખવા માટે ઉપરાંત મહેમદાવાદથી નડિયાદ તરફની નવી બસ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...