પરિણીતા પર અત્યાચાર:મહેમદાવાદના વણસોલમાં દહેજના ભૂખ્યા સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપી કાઢી મૂકી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના વણસોલમાં બીજા લગ્ન કરીને આવેલી યુવતીને પતિ તેમજ ઘરના સભ્યોએ દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા આ બાબતે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પીડીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા
મહેમદાવાદ પંથકની છુટાછેડા લીધેલ 22 વર્ષીય યુવતીના બીજી વખતના લગ્ન વર્ષ 2019મા મહેમદાવાદ તાલુકાના વણસોલ મુકામે રહેતા યુવક સાથે થયા હતા. આ સમયે સ્ત્રીધન લઈને આ યુવતી પોતાની સાસરીમાં આવી હતી. પરિણીતાના લગ્નના શરૂઆતના દિવસો સુખમય રહ્યા હતા. બાદમાં ઘરના સભ્યો દ્વારા નાની નાની બાબતમાં વાક કાઠવા લાગ્યા હતા સાસુ તેમજ સસરા ઘરના કામકાજ બાબતે મહેમાટોણા મારવાનું ચાલુ કરી દીધા હતા અને કહેતા હતા કે તને ઘરનું કંઇ કામકાજ કરતા આવડતું નથી તેમજ તારા બાપાના ઘરેથી પણ કંઈ વધારે કરીયાવર લઇને આવી નથી જેથી અમારે તને રાખવી નથી તેમ કહી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરવા લાગ્યા હતા.

મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી
આ ઉપરાંત સાસુ સસરા પીડીતાને એવુ જણાવતા હતા કે, તારા ઘરેથી પાકુ મકાન બનાવવા માટે 5 લાખ રૂપિયા લઇ આવે તેમ કહેતા હતા. પીડિતાએ આની જાણ પોતાના પતિને કરી હતી પરંતુ તે કોઈ જાતનું ધ્યાન આપતા ન હતા ઉલટાનું સાસુ સસરાની ચઢામણીથી પતિ માર મારતો હતો. પુત્રનો જન્મ થયા બાદ પણ અસહ્ય ત્રાસ ચાલુ રહ્યો હતો. ઉપરાંત દોઢ મહિનાના પુત્ર સાથે પરણીતાને સાસરીમાંથી કાઢી મૂકી હતી. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં પીડિતાએ ફરિયાદ આપતા મહેમદાવાદ પોલીસે જેઠાણી, જેઠ, સસરા, સાસુ અને પતિ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...