બોલાચાલી:ઉત્તરસંડામાં તે મારા ભાઇની બાતમી આપી કહીં ઝઘડો કર્યોં, ગાળો બોલી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ભુમેલ ઈચ્છાપુરામાં તે મારા ભાઈની બાતમી પોલીસને આપી કહીં બોલાચાલી થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. નડિયાદ ભુમેલ ઇચ્છાપૂરામાં રહેતા વિક્રમભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. તા.9 જુલાઇના રોજ રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે વિક્રમભાઈ અને મિત્ર દીપકભાઈ બાઇક લઇને ભુમેલ ચોકડી પર નાસ્તો કરી પરત આવી દિપકભાઈ ઘરે મૂકવા જતા હતા.

તે સમયે ઉત્તરસંડાની ફેક્ટરી પાસે અશોકભાઈ અને ગોપાલભાઈ બાઈક લઈને ઉભા હતા. અને વિક્રમભાઈનુ બાઇક ઉભું રખાવી કહે કે મારા ભાઈ પ્રવીણની દારૂની બાતમી પોલીસને આપી કેસ કર્યો છે તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વિક્રમભાઈએ કહે કે મે કોઈની બાતમી આપી નથી તમે ગાળો કેમ બોલો છો કહેતા એકદમ ઉશ્કેરાઈ જઇ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.

જેથી મિત્ર દિપકભાઇ વચ્ચે છોડાવવા પડતા કહેલ કે આજે આ વિક્રમને મારી નાખીશું તેમ કહી અશોકભાઇના હાથમાં રહેલ ચપ્પુ મારવા જતા કોણીના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. વિક્રમભાઇ નવનીતભાઇ પરમારે ચકલાસી પોલીસ મથકે અશોકભાઇ ઉર્ફે લોટીયો શીવાભાઇ ડાભી અને ગોપાલભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...