ખેડા જિલ્લાના વડામથક નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. દૂષિત પાણી પીવા મજબૂર બનેલા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી છે.
નળની અંદર દુષિત પાણી
શહેરના વોર્ડ નંબર 10મા વૈશાલી પાછળનો વિસ્તાર છે કે જે પાણીની ટાંકી તરીકે ઓળખાય છે. ત્યાં છેલ્લા પખવાડિયાથી પીવાના પાણીની સમસ્યા છે. પીવાનું પાણી આવે તો છે પણ ગંદુ, દૂષિત આવતા લોકોને પાણી વગર વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે. ઘેર ઘેર નળની અંદર દૂષિત પાણી આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ન છૂટકે આવું પાણી સ્થાનિકોને પીવુ પડી રહ્યું છે જેથી રોગ અને બિમારીની શક્યતાં છે, શરીરે ખંજવાળ આવે છે તેમ સ્થાનિકોનું કહેવું છે.
ચામડીના રોગની પણ સ્થાનિકોમાં દહેશત
અહીંયા લગભગ અંદાજીત 60થી વધુ સોસાયટી આવેલી છે અને આ પીવાના પાણી ડહોળું આવતાં ઘેર ઘેર માંદગીની દહેશત સતાવી રહી છે. આ પાણી સ્થાનિકો વાપરવા માટે મજબુર થયા છે. તો વળી ગંદા પાણી ન છુટકે ન્હવા કે દૈનિક જરૂરિયાત માટે ઉપયોગમા લેવાતા ચામડીના રોગની પણ સ્થાનિકોમાં દહેશત સતાવી રહી છે. પાલિકાને ધ્યાને આવતાં સોમવારે આ પાણી કેમ ડહોળુ આવે છે તે બાબતે કાર્યવાહી હાથ ધરી છે અને ફ્લોટ શોધવા કવાયત હાથ ધરી છે. તો ચીફ ઓફિસરે આ બાબતે જણાવ્યું હતું કે, બોરનો પ્રોબ્લેમ છે સાફ કરવાની કામગીરી ચાલું છે. અહીયા આ કામગીરી દરમિયાન રોડ પર પાણી ફરી વળતા આસપાસની સોસાયટીઓમાં આ પાણી ઘૂસ્યા હતા. જેથી ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.