સેવાસેતુ કાર્યક્રમ:કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કનેરા ખાતે સેવાસેતુનો 8મા તબક્કાનો કાર્યક્રમ યોજાયો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા તાલુકાના કનેરા ગામની પ્રાથમિક શાળા ખાતે 5 ગામોનો આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓનું લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કનેરા ગામ ઉપરાંત, પણસોલી, ગોબલજ, પિંગળજ અને મલારપુરાના ગામ લોકો યોજનાકીય લાભોની માહિતી માટે હાજર રહ્યા હતા.

સેવાકાર્યમાં જોડાવાની અપીલ
જન સુખાકારીમાં વધારો કરતા આ કાર્યક્રમમાં પીએમ કિસાન, અર્બન ઈ-ધારા કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, વન વિભાગ, વીજળી વિભાગ, રેશનકાર્ડ, એસટી બસ, મતદાર યાદી સુધારણા, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરેની સુવિધાઓ માટેના સહાયતા બુથ ઊભા કરવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ થકી લોકોના જીવન ધોરણ અને સુખાકારીમાં સતત વધારો કરવાના સરકારના આ ભગીરથ પ્રયત્નમાં તમામ કક્ષાએથી એ અધિકારીઓ, પદાધિકારીઓ અને અન્ય લાભાર્થીઓને સરકારી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરી સેવાકાર્યમાં જોડાવાની અપીલ કરી હતી.

આયુષ્માન કાર્ડની યોજનાઓનો લાભ લેવા અપીલ
આ પ્રસંગે ખેડા મામલતદાર દ્વારા સ્વાગત પ્રવચન આપી તાલુકાની વિવિધ યોજનાકીય પ્રવુતિઓ અને નવી પહેલ વિશેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં 3500 ખેડૂત વારસાઇ નોંધણી અને મામલતદાર કચેરીએ સહાયતા કેન્દ્રની શરૂઆતની માહીતી આપી હતી. ઉપરાંત DSO નેહાબેન પંચાલ દ્વારા ગ્રામજનોને NFSA, ગરીબ કલ્યાણ અને આયુષ્માન કાર્ડની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં ખેડા તાલુકા પંચાયતના પ્રમુખ પિનાકીનભાઈ રાજપુત, ખેડા પ્રાંત અધિકારી, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયતના સભ્ય ચેરમેન રમણભાઈ પરમાર, ખેડા મામલતદાર, ખેડા તાલુકા વિકાસ અધિકારી, ખેડા પીએસઆઇ, અગ્રણી પ્રવિણસિંહ રાઠોડ જગતસિંહ રાવલ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...