હિંડોળા પર્વનો રંગેચંગે પ્રારંભ:યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના નાના સ્વરૂપ ગોપાલ લાલજી ચાંદીના હિંડોળે ઝુલ્યા, ભક્તોએ ભગવાનને ઝુલાવી હોતપ્રોત થયા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનને કલાત્મક અને ભાત, ભાતના હિંડોળામા ઝુલાવવામા આવશે

આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં હિંડોળા પર્વનો ખુબજ મહત્વ હોય છે. ભગવાનના બાળ સ્વરૂપને આષાઢ વદ એકમથી રક્ષાબંધન પર્વ સુધી ભાત,‌ભાતના કલાત્મક હિંડોળા બનાવી ભગવાનને ઝુલાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીને ચાંદીના હિંડોળે ઝુલાવવામા આવ્યાં છે.

ભગવાન લાલજી સ્વરૂપે ચાંદીના હિંડોળામા ઝુલ્યા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ભગવાન લાલજી સ્વરૂપે ચાંદીના હિંડોળામા ગુરૂવારે બિરાજ્યા હતા. શ્રીજીના સેવકો દ્વારા ગોપાલલાલજીને આરતી બાદ ચાંદીના હિંડોળામા બિરાજમાન કરવામાં આવ્યા હતા. આમ શ્રીજીના સેવકો દ્વારા મૃદંગ, ઢોલક 'તેમજ મંજીરાના તાલ સાથે તેમનું લાલન પાલન કરાવી આજથી હિંડોળા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કર્યો છે.

ભાગવત કથામાં પણ આ હિંડોળાનું ખૂબજ મોટું મહત્વ
ભક્તોએ નીજ મંદિરમાંમાં ચાંદીના હિહોળે ભગવાનને ઝુલાવી ભાવવિભોર બન્યાં હતાં. મહત્વનુ છે કે શ્રાવણના 15-દિવસ પહેલા વૃન્દાવન અને બરસાણામાં રાધારાણી સંગ ઝુલા ઝુલતા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવેલ છે. પુરાણો અને ભાગવત કથામાં પણ આ હિંડોળાનું ખૂબજ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. આમ સમગ્ર જિલ્લામા આવેલા મંદિરોમાં આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...