કહેવાય છેકે શ્રધ્ધા ના કોઈ પુરાવા હોતા નથી. જ્યા ભક્તિ હોય ત્યા વિશ્વાસ હોય છે. બસ આજ વાતનો લાભ ઉઠાવી કેટલાક ઢગો દ્વારા ડાકોરના ઠાકોરના ભક્તો સાથે ઓનલાઈન છેતરપિંડી શરૂ કરાઈ છે. સોશિયલ મિડીયા પર ઓનલાઈન દર્શનના એકાઉન્ટ બનાવી ભક્તો પાસેથી દાન-ધર્માદો લેવાતો હોવાની બાબત મંદિર ટ્રસ્ટના ધ્યાને આવતા ઓનલાઈન ધર્માદો નહી કરવા અપીલ કરાઈ છે.
મંદિર દ્વારા બહાર પાડેલ અપીલમાં જણાવ્યું છેકે ટ્રસ્ટની ઓફીશીયલ વેબસાઈટ પરતી દર્શનની સુવિધા વૈષ્ણવો માટે કરવામાં આવી છે. ડાકોર લાઈવ દર્શન નામની કોઈપણ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ જેતે એડમીન ની અંગત જવાબદારી છે. જેમાં વૈષ્ણવો દ્વારા આપવામાં આવતું દાન રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ ડાકોર માં જમા થતું નથી.
આ પ્રકારની ઘટના સામે આવ્યે 48 કલાક બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી. બીજી તરફ ડાકોર લાઈવ દર્શન ના નામે દાન ઉઘરાવતી એક વ્યક્તિ મંદિર ટ્રસ્ટની નજરમાં આવતાં તેણે સમાધાન ના ભાગરૂપે દાતાઓ પાસેથી લીધેલ રકમ મંદિરના ભંડારામાં જમા કરાવી દીધી હોવાનું કહેવાય છે.
અા અંગે તપાસ કરી રહ્યાં છે
સોશિયલ મીડિયાના માધ્યમથી આવો એક કિસ્સો અમારી સામે આવ્યો હતો. જેની તપાસ ચાલી રહી છે. જ્યા સુધી તપાસ પૂર્ણ થાય ત્યા સુધી કયુ ગ્રૃપ છે તે અંગે હુ કશું કહી શકું નહીં. ભક્તોને કહેવાનું કે ડાકોર મંદિર દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ ગ્રુપ બનાવેલ નથી જેથી કોઈએ દાન ધર્માદો કરવો નહી. > રાકેશ દવે, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, ડાકોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.