વિવાદ:મહોળેલમાં બાળકોના ઝઘડામાં મોટેરાં બાખડ્યાં

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

નડિયાદના મહોળેલ ગોયા ફળીયામાં રહેતા સીતાબેન સોલંકીની ઘરની સામે જશુભાઇના બાળકો રમવા અંગે બોલાચાલી થઈ હતી. સાંજના સમયે જશુભાઈનો દિકરો મનોજભાઇ આવી કહેલ કે સવારે બાળકોની બોલાચાલી અંગે ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ નજીકમાંથી પાવડો લઈ આવી સીતાબેનના માથામાં માર્યો હતો.

તે સમયે જશુભાઇ અને તેમના પત્ની સવિતાબેન આવી ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીતાબેને પોલીસમાં 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે મનોજભાઇએ 3 શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...