હત્યાનો ભેદ ઉકેલાયો:મહુધાના મીનાવાડામાં થયેલી યુવકની હત્યાનો મામલો, પોલીસે ત્રણ અમદાવાદીઓને ઝડપી પાડ્યા

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડાનો ખાર રાખી યુવક પર ચપ્પા વડે હુમલો કરાયો હતો
  • લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા

મહુધા નજીક મીનાવાડા પાસે રૂપપુરા જવાના રસ્તા પર અજાણ્યા 7 શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી 24 કલાકમાં જ હત્યારાઓ પૈકી ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી સમગ્ર કેસ પરથી પડદો ઊંચકી લીધો છે. નજીવી બાબતની તકરારની રીસ રાખીને 7 અમદાવાદીઓએ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો.લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા છે.

બુલેટ અને એક્સેસ જેવા વાહનમાં આવેલા સાત શખ્સોએ હુમલો કર્યો હતો
મહુધા તાલુકાના મીનાવાડા ગામે રહેતા ભીખાભાઈ ગણપતભાઈ સોઢા તથા તેમના મિત્ર મીનાવાડાના રૂપપુરા જવાના રસ્તે બાજુની ચોકડી પર ઊભા હતા ત્યારે બુલેટ અને એક્સસ જેવા વાહનમાં સવાર થઈ આવેલા અજાણ્યા સાત જેટલા શખ્સોએ ભીખાભાઈ તથા તેમના મિત્ર પર ચપ્પાના વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ગવાયેલા ભીખાભાઈ સોઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહુધા પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી તેમજ અન્ય ટેકનીકલ ક્લોના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો.

આરોપીઓ અમદાવાદથી મીનાવાડા દર્શન કરવા આવ્યા હતા એલસીબી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને અમદાવાદથી ઝડપી લીધા છે. જેમાં વિકાસ ઉર્ફે રાહુલ વિનોદભાઈ ચુનારા, આશિષ અશોકભાઈ કોળી પટેલ અને મેહુલ ઉર્ફે ડોક્ટર પંકજભાઈ ક્રિશ્ચિયન (તમામ રહે. અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ ત્રણેયની પૂછપરછમાં અન્ય તેઓના સાગરિતોના નામ પણ બહાર આવ્યા છે. જેમાં મેહુલ દીપકભાઈ ચુનારા, હમીસ ઉર્ફે હમો ધર્મેશભાઈ મોદી, નીતિનભાઈ ચુનારા અને ઈલેશ રાજુભાઈ ચુનારા તથા ઉપરોક્ત ત્રણેય એમ 7 યુવાનો એક બુલેટ અને બે એક્સેસ વાહન પર અમદાવાદથી મીનાવાડા દર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ખાત્રજ ચોકડી પાસે એક એક્સેસ સ્લીપ ખાઈ જતા એક્સેસ પર ચાર જણા અને એક બુલેટ ઉપર મીનાવાડા મંદિરે પહોંચ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ અગાઉ મારામારી તેમજ ચોરીના ગુનામાં પણ પકડાયેલા હતા
મીનાવાડા મંદિરમાંથી દર્શન કરી પરત આવતા બુલેટનું પેટ્રોલ પૂરું થઈ જતા રસ્તામાં છુટક પેટ્રોલ પુરાવતી વખતે સ્થાનિક પેટ્રોલ વેચનાર સાથે આ યુવાનોને ઝઘડો થયો હતો. અને આ દરમિયાન આ યુવાનોએ માર ખાધો હતો. બસ આ બાબતનો ખાર રાખી રસ્તામાં આવતા જતા લોકોને હેરાન પરેશાન કરવાના હેતુથી ભીખાભાઈ સોઢા સાથે ઝઘડો કર્યો હતો ઝઘડામાં આવેલા યુવાનોએ ભીખાભાઈ ને ચપ્પુ મારી દીધું હતું. તેવી હકીકત પોલીસ સમક્ષ જણાવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ પુછપરછ કરતા ઝડપાયેલા આરોપીઓ અગાઉ મારામારી તેમજ ચોરીના ગુનામાં પણ પકડાયેલા હતા. આમ પોલીસે કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલ સાત હત્યારાઓ પૈકી ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...