વિવાદ:પુનાદરામાં ઉછીના આપેલ રૂપિયા મામલે ચપ્પુ માર્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૈસા આપો ત્યારે આ મોબાઇલ લઇ લેજો

કપડવંજના પૂનાદરામાં મિત્રને આપેલ પૈસા પરત માંગતા બે વચ્ચે ઝઘડો થયો હતો. મિત્ર પાસે રહેલ મોબાઇલ લઇને કહેલ કે પૈસા આપશો ત્યારે મોબાઇલ પરત આપી દઇશ કહેતા ઉશ્કેરાયેલા મિત્રએ કેરી કાપવાની છરી મારી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે આંતરસુબા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજના પૂનાદરામાં રેતા રાજેશકુમાર પરમારે એક મહિના અગાઉ મિત્ર દિલીપભાઈને મોબાઇલ રીપેર કરાવવા હાથ ઉછીના પંદરસો રૂપિયા આપ્યા હતા. જે પૈસા પરત માંગતા દિલીપભાઈએ કહેલ કે મારી પાસે સગવડ થશે પૈસા આપી દઈશ, જેથી તેની પાસે રહેલ મોબાઇલ લીધો હતો અને કહેલ કે પૈસા આપો ત્યારે આ મોબાઇલ પરત લઇ લેજો, તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી હાથમાં રહેલી કેરી કાપવાનુ ચપ્પુ મારવા જતા મોઢાના ભાગે વાગ્યું હતુ.

જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ બનાવ અંગે રાજેશકુમાર રામાભાઈ પરમારે આંતરસુબા પોલીસ મથકે દિલીપભાઇ ગગાભાઇ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે આંતરસુબા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...