માતરમાં કૉંગ્રેસનું સંમેલન યોજાયું:ભાજપ સરકારમાં પ્રજા મોંઘવારીમાં પીસાતી હોય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો સૂર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યો હાજર રહ્યા

માતરમાં કોંગ્રેસ દ્વારા બોલો સરકાર પર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ખાસ હાજર રહ્યા હતા તેમણે ભાજપ સરકારને આડે લીધી હતી.

ભાજપ સરકારની નિષ્ફળતાની વાત કરતા સરકારને આડા હાથે લીધી હતી
માતર માર્કેટયાર્ડ ખાતે આજે માતર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારોનું બોલો સરકાર પર સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ખાસ હાજર રહ્યા હતા. તેમણે ભાજપ સરકારની નિષ્ફળતાની વાત કરતા સરકારને આડા હાથે લીધી હતી. મોંઘવારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે ભાજપ સરકાર પ્રજાની આ સમસ્યા પ્રત્યે ધ્યાન ન આપતા પ્રજા મુશ્કેલીમાં મુકાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ભાજપ સરકારમાં મોંઘવારીને લઈ પ્રજાની કફોડી હાલતની વાત કરી
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થાય છે તે વાતને પણ તેમણે ભાજપ સરકારની નિષ્ફળતા ગણાવી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ સરકારમાં મોંઘવારીને લઈ પ્રજાની કફોડી હાલતની વાત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર, ધારાસભ્ય કાળુસિંહ ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માલસિંહ, ભીખાભાઈ રબારી ,સંજયભાઈ રાવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...