તેલ સસ્તુ થયું:સિંગતેલમાં માત્ર રૂા. 50, કપાસિયામાં ડબ્બે 400નો ઘટાડો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તહેવારો પૂર્ણ થતાંની સાથે જ પામોલિન તેલ રૂા. 500 સસ્તુ થયું

તહેવારો પૂર્ણ થતા ખાદ્યતેલોના ભાવમાં મોટા પાયે વધઘટ જોવા મળી છે. પામોલીન તેલમાં તહેવારો પૂર્ણ થવાને કારણે ડબ્બે રૂ.400 થી 500નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે કપાસિયા, મકાઈ અને સિંગતેલમાં રૂ.400, રૂ.300 અને રૂ.50ની ઘટ જોવા મળી હતી. જીવનજરૂરિયાતના ખાદ્ય પદાર્થમાં ઘટાડો જોવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ઓગસ્ટ મહિનામાં આસમાને પહોંચી ગયેલા તેલના ભાવને કારણે મધ્યમ પરિવારના બજેટમાં ભાર જોવા મળ્યો હતો ત્યારે થોડા સમયથી થયેલ ભાવ ઘટાડા બાદ ફરી એક વખત ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તા.9 સપ્ટેમ્બરના રોજ પામતેલના ડબ્બામાં રૂ.30નો ઘટાડો કરવામાં આવતા ડબ્બાનો ભાવ રૂ.1685 એ પહોંચ્યો હતો. માર્કેટમાં મોંધવારીના કકળાટ બાદ છેલ્લા અમુક દિવસોથી કપાસિયા તેલ, મકાઈ તેલ, પામતેલ, સનફ્લાવર અને સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સિઝનમાં પડેલા સારા વરસાદને કારણે પાકને કારણે તેની આવકમાં થયેલા વધારાને કારણે પણ ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના કારણે પામતેલની માંગમાં ઘટાડો થવાને ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને હજી પણ ભાવમાં ઘટાડો થઇ શકે તેમ છે. તહેવાર પૂર્વે તેલીયા રાજાઓની રમતને કારણે ભાવ વધારો થતો હોય છે.

મહિનામાં કેટલો ભાવ ઘટ્યો
તેલ9 ઓગ.9 સપ્ટે.કેટલા ઘટ્યા
કપાસિયા26002200400
મકાઈ25002200300
સિંગતેલ2800275050
પામોલીન22001700500
સનફ્લાવર26502400250
અન્ય સમાચારો પણ છે...