કલેકટરને રજૂઆત:મહેમદાવાદના શ્રોફ નગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં રહીશોમાં રોષ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કલેકટરને રજૂઆત

જિલ્લાના મહેમદાવાદ ખાતે શ્રોફ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો પ્રશ્ન વિકટ ઉભો થવા પામ્યો હતો. જેને કારણે સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ગયા હતા. પાલિકા દ્વારા અગાઉ પાણીની ટાંકીમાંથી પાણી ફાળવવામાં આવતું હતું તેને બદલે નવી તૈયાર થયેલ ટાંકીનું જોડાણ લેવા ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું. જેને પગલે સોસાયટીના લોકોએ નવા જોડાણો લીધા હતા.

નવી ટાંકીમાંથી આવતા પાણી ભારે દુર્ગંધ મારતું આવવાને કારણે તથા છેલ્લા કેટલાક સમયથી પાણી આવવાનું જ બંધ થઇ જવા પામ્યું હતું. જેને પગલે સોસાયટીના રહીશો દ્વારા વહેલી તકે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત દુર્ગંધ મારતા પાણીને કારણે સ્થાનિક રહીશોમાં બીમારી થવા ઉપરાંત રોગચાળો ફેલાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આ મામલે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ પાણી પુરવઠા અધિકારીને સમગ્ર બાબતે જાણ કરવા છતા કોઇ પ્રકારનું નિરાકરણ ન આવવાને કારણે રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરીને પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથેના પ્રશ્નનો કાયમી નિકાલની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...