દંપતીને મારમાર્યો:નડિયાદના ભુમેલમાં દુકાનદારે બમ્પ તોડવાની ના પાડતા ચાર શખ્સોએ માર માર્યો, રૂપિયા 13 હજારની લૂંટ પણ ચલાવી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચકલાસી પોલીસે ચાર શખસો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ તાલુકાના ભૂમેલ તાબે ઈચ્છાપુરમાં ચાર ઈસમોએ દુકાનદાર દંપતીને તું અહિંયા કેમ બમ્પ તોડવા દેતો નથી. તેમ કહી ગડદાપાટુનો મારમાર્યો હતો. તેમજ ગલ્લામાં મુકેલા વકરાના 13 હજાર રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે ચકલાસી પોલીસે ચાર શખસો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે મહિલા સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ તાલુકાના ભુમેલ તાબે ઈચ્છાપુરા ખાતે રમીલાબેન મંગળભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. મંગળભાઈ ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. મંગળભાઈ પોતાની દુકાને બેઠા હતા. ત્યારે દુકાન આગળ બનાવેલા બમ્પ તોડવા નડિયાદથી કોઈ અધિકારી આવ્યા હતા. આ વખતે ગામના માણસો દુકાન આગળ ભેગા થયા હોય રમિલાબેન પણ દુકાને ગયા હતા. આ વખતે મંગળભાઈએ દુકાન આગળ બનાવેલ બમ્પ નહીં તોડવા રજૂઆત કરી હતી. ત્યારે કેટલાક શખ્સોએ આવીને કહ્યુ કે, તું અહિંયા કેમ બમ્પ તોડવા દેતો નથી. તેમ કહી મારમાર્યો હતો. તેમજ ગલ્લામાં મુકેલા વકરાના રૂ 13 હજારની લૂંટ પણ ચલાવી છે. જેથી બે મહિલા સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...