તસ્કરોનો તરખાટ:નડિયાદમાં પરિવાર બાધાના પ્રસંગનો થાક ઉતારતાં તસ્કરોએ ઘરમાં ખાતર પાડ્યુ, પરિવાર સૂતો રહ્યો અને ચોર કળા કરી ફરાર થઇ ગયા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં ચકલાસી ભાગોળ ખાતે આવેલ એક પેટ્રોલપંપ પાછળ રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ ધાડ પાડી છે. પરિવાર બાધાના પ્રસંગનો થાક ઉતારતાં હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરમાં ખાતર પાડ્યુ છે. પરિવારના સભ્યો ઘસઘસાટ સૂતા રહ્યા અને ચોર કળા કરી ફરાર થયા છે. જોકે આ સમાચાર લખાય છે ત્યા સુધી પોલીસમાં આ બાબતે કોઈ જાતની ફરિયાદ નોંધાવી નહી.

તસ્કરોએ પ્રવેશ કરી સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરી ગયા
નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપની પાછળ રહેતા એક શ્રમજીવી પરિવારના મકાનમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે શ્રમજીવી પરિવારને ખબર પડતા તેઓના હોશ ઉડી ગયા હતા. આ પરિવારના મહિલા વિમળાબેને મીડિયા સમક્ષ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારા ઘરે બાધાનો પ્રસંગ‌ હતો અમે લોકો થાકી ગયા હતા અને ઊંઘી ગયા હતા. તે દરમિયાન રાત્રી સમયે અમારા મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે.

તસ્કરો પોતાની પાસે 17 જેટલી ચાવીઓનો ઝૂડો લઈને આવ્યા હતા
મારા પુત્રની પત્ની ગર્ભવતી છે અને ડીલેવરીની તારીખ નજીક છે. તેમની ડીલેવરીના ખર્ચ માટે આ રકમ ઘરમાં રાખી હતી. હવે એક આનો રહ્યો નથી કોઈ મુશ્કેલી આવે તો શું કરીશું એ વાતનો દુઃખ છે. અત્રે નોંધનીય છે કે, આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં પૂછતા ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે આ બાબતની હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તો વળી ઘરના માલિકે જણાવ્યું હતું કે, તસ્કરો પોતાની પાસે 17 જેટલી ચાવીઓનો ઝૂડો લઈને આવ્યા હતા જે ચાવીઓ પણ ભૂલી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...