• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In Nadiad, The MLA Submitted To The Chief Minister Alleging That An Old Man Died Due To Filling Of Houses Due To Negligence Of The Municipality.

જવાબદારો સામે પગલા ભરવા માગ:નડિયાદમાં પાલિકાની બેદરકારીથી મકાનોમાં પાણી ભરાવાથી વૃદ્ધાનું મોત થયું હોવાના આક્ષેપ, ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ પહેલા મકાનોમાં પાણી ભરાઈ જવાની એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું
  • મહુધાના ધારાસભ્યએ આ મામલે ઉચ્ચ તપાસ કરવાની માગ કરી છે
  • કાંસોની સાફ-સફાઈ ન થતા ભારે વરસાદમાં લોકોના મકાનમાં પાણી ભરાઈ ગયા હતા

ખેડા જિલ્લાના નડિયાદમા નવા ગાજીપુર વાડામાં 3 દિવસ પહેલા મકાનોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધાનું ડૂબી જતા મૃત્યુ નિપજ્યું હતું. આ વૃદ્ધાનું મૃત્યું નગરપાલિકાની બેદરકારીના કારણે થયું હોવાના આક્ષેપ મહુધાના ધારાસભ્યએ કર્યા છે અને બેજવાબદાર સામે નગરપાલિકા એક્ટ મુજબ ઉચ્ચકક્ષાએથી તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરાઈ છે.

સામાજિક કાર્યકરે સાફ-સફાઈ કરવા રજૂઆત કરી હતી
મહુધાના કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રજીતસિહ પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નડિયાદના સામાજિક કાર્યકર મેમુનાબેન કાપડિયાએ 6 મે 2022ના રોજ શહેરના મરીડા ભાગોળ, પીલવાઈ તળાવ થઈ અમદાવાદી બજાર થઈ કબ્રસ્તાન ચોકડી તરફ જતા વરસાદી કાંસ ઘણા સમયથી પુરાઈ ગયો હોઇ સાફ-સફાઈ કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આમ છતાં નગરપાલિકા દ્વારા કાંસોની સાફ-સફાઈ ન થતા ભારે વરસાદ થતાં નવા ગાજીપુર વાડામાં રાત્રી સમયે લોકોના મકાનમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં એક નિરાધાર વૃદ્ધાનું ડૂબી જતા મોત નીપજ્યુ હતું.

ધારાસભ્યએ બેદરકારીના આક્ષેપો કર્યા
વધુમાં આ અંગે મહુધાના ધારાસભ્યએ મે-2022મા સંકલન સમિતિમાં પણ રજૂઆત કરી હતી. આમ છતાં પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી. નગરપાલિકાના ચીફ ઓફિસર અને મુખ્ય એન્જિનિયરની બેદરકારીનાં કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા આ ઘટના બની હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે. આ સમગ્ર મામલે નગરપાલિકા એક્ટ મુજબ તાત્કાલિક ધોરણે સમગ્ર બનાવની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવવા અને જવાબદાર હોય તેઓ સામે પગલા લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...