લાઈટબીલ બાબતે ઝગડો:નડિયાદમાં "આ વધારે ડાહી થાય છે, આપણે જોઈતી નથી, કેરોસીન છાંટી સળગાવી પતાવી દેવી છે" તેવું કહી સસરાએ પુત્રવધુને ધમકી આપી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના સલુણવાટા ગામે ઘરેલું પ્રશ્ન હિંસામા પરીણ્મ્યો છે. કુવાના લાઈટબીલ બાબતે સાસુ- સસરાએ પુત્રવધુ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝગડામાં સસરાએ કહ્યું કે, આ વધારે ડાહી થાય છે, આપણે જોઈતી નથી, કેરોસીન છાંટી સળગાવી પતાવી દેવી છે તેવી ગર્ભીત ધમકી આપી હતી. આ ધમકીના પગલે પુત્રવધુએ સાસુ-સસરા સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈટબીલ બાબતે ઝઘડો કર્યો
નડિયાદ તાલુકાના સલુણવાટા હઠીપુરામાં 30 વર્ષીય પુત્રવધુ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સવારના આશરે સાત એક વાગ્યાની આસપાસ પુત્રવધુ પોતાના ઘરની નજીક આવેલો બોરકુવા પાસે પાણી ભરવા ગયા હતા અને આ દરમિયાન તેઓએ બોરકુવો ચાલુ કરતા તેમના સસરાએ પોતાની પુત્રવધુને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને જણાવ્યું કે, કુવાનું લાઈટબીલ કોઈ ભરતું નથી, જેથી કુવો ચાલુ કરવો નહીં તેમ કહી ઝઘડો કર્યો હતો.
પોલીસે આઇપીસી 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધ્યો
અદાવત રાખી આજ દિવસે સાંજના સમયે સસરાએ પોતાની પુત્રવધુને ગમે તેમ ગાળો બોલી કહેવા લાગેલા કે, જમીનમાં કોઈપણ જાતનો ભાગ મળશે નહીં અને તમારે આ મકાનમાં રહેવાનું નથી, તેમ કહીં તેણીની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આમાં સાસુ પણ સસરાનું ઉપરાણું લઈને પુત્રવધુ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને મારવા ફરી વળ્યા હતા. આક્રોશમા આવેલા સસરાએ કહ્યું કે, આ વધારે ડાહી થાય છે, આપણે જોઈતી નથી, કેરોસીન છાંટી સળગાવી પતાવી દેવી છે. તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પુત્રવધુએ પોતાના સાસુ અને સસરા સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...