મિલકતનો કજીયો:નડિયાદમાં વડીલો પાર્જીત મકાન અંગે સાળા-બનેવીએ ઝઘડો કર્યોં

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે ચાર શખસ વિરૂદ્ધ ફરિયાદ

નડિયાદ મરીડા ભાગોળમાં રહેતા સલીમભાઇ પાસવાલાની સૈયદવાડામાં વડીલોપાર્જીત મકાન આવેલ છે. જે મકાનનુ સેંટીંગ બાધવાનુ કામ ચાલતુ હતુ. તે સમયે સલીમભાઇ ત્યાં હાજર હતા તે સમયે બનેવી અને ભત્રીજો આવી મકાનના બાંધકામ અગે બોલાચાલી કરી હતી. અને કહેલ કે સેટીંગ કરશો તો તોડી નાખીશું, તેમ કહી ગાળો બોલતાં તેઓને ના પાડતા બનેવી એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાનો ડંડો માથામાં માર્યો હતો. જ્યારે ભત્રીજાએ રમીજને ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.

તે સમયે ઇમરાન આવી વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા બે વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સલીમભાઇ ઇસ્માઇલભાઇ પાસવાલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે બનેવી ઇદ્રીશભાઇ અબ્દુલ રજ્જાક ભાઇ ખડકીવાલા અને રમીજભાઇ મહેબુબભાઇ વ્હોરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે રમીજભાઇ મહેબુબભાઇ પીસાલીએ સલીમભાઇ ઉર્ફે લાલો ઇસ્માઇલભાઇ પીસાલી અને ઇમરાનભાઇ પીસાલી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...