મોંઘવારી મુદ્દે બંધનુ એલાન:નડિયાદમાં કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ ચાર કલાક માટે બજાર બંધનું એલાન આપ્યું

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું

નડિયાદમાં આગામી તારીખ 10મી સપ્ટેમ્બરના રોજ સવારે ચાર કલાક માટે બજારો બંધ રાખવા માટે કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે વધતી જતી મોંઘવારીના કારણે હાલમાં પ્રજા મુશ્કેલીમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

વેપાર ધંધા બધ રાખવા અપીલ
ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ સતત છેલ્લા કેટલાય સમયથી અસહ્ય મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઈ આગળ વધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જેના અનુસંધાનમાં નડિયાદમાં પણ તારીખ સપ્ટેમ્બરના રોજ સવારે 8થી બપોરના 12 કલાક સુધી એટલે કે ચાર કલાક બજાર બંધમાં જોડાય અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પક્ષને સાથ સહકાર મળે તે માટે હાર્દિક ભટ્ટ પ્રમુખ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...