મનોબળ મજબૂત રાખવા માર્ગદર્શન:નડિયાદમાં વૃદ્ધોને જીવનની ઢળતી ઉંમરમા મનોબળ મજબૂત રાખવા ચિકિત્સા મનોવૈજ્ઞાનિક ડો.લક્ષ્મી ઠાકોરએ વ્યક્તવ્ય આપ્યું

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યક્તિ ઉંમરથી ક્યારેય નબળો નથી બનતો પરંતુ માનસિક રીતે વિચારોથી તે જરૂર નબળો બની જાય છે. જીવનની ઢળતી ઉંમરમા મનોબળ કઈ રીતે મજબૂત રાખી શકાય તે વિષય પર આજે નડિયાદના ચિકિત્સા મનોવૈજ્ઞાનિક ડો.લક્ષ્મી ઠાકોરએ નડિયાદ સ્થિત 'દિકરાના ઘર'મા વ્યક્તવ્ય આપ્યું છે. જેમાં તબીબે વિવિધ પ્રકારની ટિપ્સ પણ વડીલોને આપી હતી.

માનસિક મનોબળ મજબૂત બને તે હેતુસર કાર્યક્રમ યોજાયો
નડિયાદ સ્થિત 'દિકરાના ઘર' ખાતે કે જ્યાં લગભગ 50થી વધુ વડિલ વૃદ્ધ ભાઈ બહેનો રહી રહ્યા છે. જેમાં કોઈ સમાજથી તરછોડાયેલા તો કોઈક વળી એકલવાયું જીવન ગુજારતા વડીલોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો જીવનની ઢળતી ઉંમરમાં હતાશમા ન ફેરવાય તે માટેનુ ધ્યાન પણ સંસ્થાએ રાખ્યું છે. આથી અહીયા વસવાટ કરતા તમામ વડીલ વૃધ્ધોનુ શારિરીક મનોબળની સાથે સાથે માનસિક મનોબળ મજબૂત બને તે હેતુસર આજે ચાકિત્સા મનોવૈજ્ઞાનિક ડો.લક્ષ્મી ઠાકોર દ્વારા આ સંદર્ભે વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું.

આ અવસ્થા એટલે સંપૂર્ણ જીવનનો સાર કહી શકાય: ડો.લક્ષ્મી ઠાકોર
ડો.લક્ષ્મી ઠાકોરએ આ તબક્કે પોતના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું પોતે ડોક્ટર તો છું પણ દવા વગરની ડોક્ટર છું, તમને દવા, ગોળિયો નહી આપું, તેઓએ વિષયને અનુરૂપ જણાવ્યું હતું કે આજે તમારે આ ઉંમરે માનસિક રીતે સ્વસ્થ રહેવાની જરૂર છે. જીવનની આ સંપૂર્ણ સફરનો મુખ્ય ભાગ એટલે વૃધ્ધા અવસ્થા, આ અવસ્થા એટલે સંપૂર્ણ જીવનનો સાર કહી શકાય. આ અવસ્થા દરમિયાન આપણે માનસિક રીતે ફીટ રહેવાની જરૂર છે. આ સાથે સાથે કસરત અને હાસ્ય હિલોળ પણ કરાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમા સંસ્થાના 50થી વધુ વડીલોએ લાભ લીધો હતો.

સંસ્થા પરિવાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું
આ તબક્કે ચાકિત્સા મનોવૈજ્ઞાનિક ડો.લક્ષ્મી ઠાકોરનું સંસ્થા પરિવાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પાયાની ઈટ ગણાતા સ્થાપક મનુભાઈ જોશીના માતા કમુબેન જોશી, ધર્મીષ્ઠાબેન ચારણ દ્વારા આ મહિલા તબીબને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા સાથે સંકળાયેલા ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ પણ ખાસ હાજર રહ્યા હતા. આ વ્યક્તવ્ય પૂર્ણ થયા બાદ તબીબે‌ સંસ્થામા પણ વિના મૂલ્યે પોતાની સેવાઓ આપવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...