ખેડા જિલ્લામાં 'આપ'માં ગાબડું:નડિયાદમાં 150થી વધુ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો, મહુધામાં 50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીને ઘણો મોટો ફટકો વાગી શકે એમ છે. કારણ કે, ઉમેદવારને ટીકીટને લઈને નારાજ થયેલા કાર્યકરોએ પક્ષને ટાટા કહી ક્યાંક કેસરીયો તો ક્યાંક પંજાનો ખેસ ધારણ કર્યો છે. નડિયાદ અને મહુધા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ અને કોંગ્રેસમા જોડાતા આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું નોંધાયું છે. ચૂંટણી પહેલાં કાર્યકરોએ પક્ષને રામ રામ કહેતા હવે આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી સર્જાઈ શકે તેવા અણસાર છે.

નડિયાદમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો
રવિવારના રોજ નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજ દેસાઈની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા યુવા પ્રભારી નિકુંજ શર્મા, ખેડા જિલ્લા ઉપપ્રમુખ ભરત પટેલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સંજય પરમાર, જય પ્રજાપતિ, સંગઠન મંત્રી ભરત તળપદા, દિલીપસિંહ ડાભી, રાઇસિંગભાઈ સહિત 150થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. જેના કારણે અહીંયા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે.

મંગળપુર ખાતે આપના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
બીજી બાજુ મહુધા વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમા જોડાયા છે. મંગળપુર ખાતે આપના 50થી વધુ કાર્યકર કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસના વિચાર ધારા સાથે જોડાયા છે. કોંગ્રેસ સંગઠને તમામ કાર્યકરોને આવકાર્યા છે. જેના કારણે આ બન્ને બેઠકો પર આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું પડતાં પક્ષને વધારે મહેનત કરવી પડશે તેમ ચૂંટણી પહેલા લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...