• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In Nadiad, Hindu Organizations Showed The Movie 'The Conversion' At Their Own Expense, A Young Woman Said, "Marriage Should Not Be Against The Will Of Parents"

દીકરીઓએ ફિલ્મ નિહાળી:નડિયાદમાં હિન્દુ સંગઠનોએ પોતાના ખર્ચે 'ધ કન્વર્ઝન' મૂવી બતાવી, એક યુવતીએ કહ્યું, "મા-બાપની મરજી વિરૂદ્ધ લગ્ન ન કરવા જોઈએ"

નડિયાદ9 દિવસ પહેલા
  • લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દા પર આધારિત છે 'ધ કન્વર્ઝન' ફિલ્મ
  • નડિયાદની દીનશા પટેલ નર્સિંગ કોલેજની દીકરીઓને આ ફિલ્મ બતાવવામાં આવી

હાલ સમાજમાં લવજેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હિન્દુ દીકરીઓ તેનો ભોગ બની રહી છે. જેમને જાગૃત કરવાના પ્રયાસરૂપે ફિલ્મો આવી રહી છે. જેમાંની એક ફિલ્મ 'ધ કન્વર્ઝન' થિયેટરોમાં રજૂ થઇ છે. જેમાં ગઇકાલે શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેમના ખર્ચે દીનશા પટેલ નર્સિંગ કોલેજની દીકરીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી.

લવ જેહાદ મામલે હિન્દુ દીકરીઓમાં જાગૃતિ લાવવા 'ધ કન્વર્ઝન' ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. નડિયાદના એક થિયેટરમાં આ ફિલ્મ રીલિઝ થતાં તેને હિન્દુ સંગઠનોના લોકો દ્વારા યુવાઓ અને હિન્દુ દીકરીઓને બતાવવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ દીકરીઓને આ ફિલ્મ બતાવી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રેમલગ્ન બાદ ધર્માંતરણ જેવા મુદ્દા પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મ જોયા બાદ દીકરીઓએ પ્રતિક્રિયા પણ આપી છે. જેમાં એક દીકરીએ જણાવ્યું હતું કે માવતરની મરજી વિરૂદ્ધમાં જઈને કદી લગ્ન ન કરવા જોઈએ. આપણા માઁ-બાપ પોતાના સંતાનોનું સારૂ જ વિચારે છે માટે આમ ન કરવું જોઈએ તેમ તેણીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...