ગુનાહિત પ્રવૃત્તિઓની ઝપટમા આવી ગયેલા ગુનેગારોને પસ્તાવો થાય તે માટે તથા સમાજમા સુધારણા માટે જેલવાસ ગુનેગારોને ભોગવવો પડે છે. આવા જેલવાસ ભોગવી રહેલા નડિયાદ જિલ્લા જેલના 3 બંદીવાનોએ તાજેતરમાં યોજાઈ ગયેલી બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી બે બંદીવાનોએ આ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે.
નડિયાદ સ્થિત આવેલ જિલ્લા જેલ બિલોદરા ખાતે સજા ભોગવતા 3 બંદીવાનોએ ચાલુ વર્ષે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલુ ધોરણ 10ના પરિણામમા મહિલા કાચા બંદીવાન કમુબેન ખેંગારભાઈ ભરવાડ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઇ છે. જ્યારે એક પુરૂષ કાચા બંદીવાન વિદ્યાર્થી ભાવિન રમેશભાઈ ઓડ ધોરણ 10ની પરીક્ષામાં અસફળતા મેળવી છે.
આ ઉપરાંત શનીવારે જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમા બંદીવાન વિદ્યાર્થી ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધાનાઓ પરીક્ષામાં સારા માર્ક્સથી ઉતિર્ણ થયા હતાં. આમ પાસ થયેલા તમામ બંદીવાનને જિલ્લા જેલ ઇ.ચા. અધિક્ષક બી.એસ.પરમાર તથા જેલર એ.જે. વાઘેલાએ અભિનંદન પાઠવેલા હતા. તેમજ શિક્ષિત થઈ સારા ભવિષ્ય માટે ઉજ્જવળ કારકિર્દી બનાવો તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.