બાળકોના આરોગ્ય સાથે ચેડાં:માતરના સિજીવાડા પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજનના દાળનો જથ્થો ખરાબ નીકળતા ચકચાર, સોશિયલ મીડિયામાં સડેલા અનાજનો વીડિયો વાઈરલ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાળનો જથ્થો ખરાબ નીકળતા મામલતદાર તપાસ માટે દોડ્યા
  • 16 જૂનનો અનાજનો જથ્થો હતો તે તેમણે જે તે સમયે ખોલીને જોયો નહોતો : માતર મામલતદાર

થોડા સમય પહેલા આણંદમાં મધ્યાહન ભોજનમાં અનાજનો જથ્થો ખરાબ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાદ આજે ખેડા જિલ્લામાં પણ કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. માતર તાલુકાના સિંજીવડા ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં સડેલા અનાજનો વીડિયો વાઈરલ થતા સરકારી આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. વાતની જાણ માતરના મામલતદારને થતા મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ સિજીવાડા ગામે દોડી આવ્યા છે અને તપાસ આદરી છે.

દાળ સડેલી હોય તેવો વીડિયો વાઈરલ
માતર તાલુકાના સિંજિવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અનાજનો જથ્થો ખરાબ હોવાની ગંભીર બાબત મંગળવારની સમી સાંજે પ્રકાશમાં આવી છે. જોકે આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી અધિકારીઓ દોડતા થઈ ગયા છે. શાળાના બાળકોને મધ્યાહ્ન ભોજનમાં ખવડાવવામાં આવતી દાળ સડેલી હોય તેવો વીડિયો વાયરલ થતાં માતરના મામલદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સીંજીવાડા ગામે પહોંચી ચૂક્યો હતો.

ખીચડી બનાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ દાળ ખરાબ હોવાને કારણે ખીચડી ફાટી ગઈ : પી.સી.ભગત મામલતદાર
સમગ્ર મામલે માતર મામલતદાર પી.સી. ભગતે જણાવ્યું છે કે, અમને સાંજે ખબર પડી કે સીજીવાડા ગામે દાળનો જથ્થો ખરાબ નીકળ્યો છે. તેવા સમાચાર મળતા અમે દોડી આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ કરી છે પરંતુ આ બહેનની પાસે જે 16 જૂનનો અનાજનો જથ્થો હતો તે તેમણે જે તે સમયે ખોલીને જોયો ન હતો અને ગઈકાલે આ દાળનો કટ્ટો ખોલીને જોતા દાળ ખરાબ નીકળી હોવાનું સામે આવ્યું હતું. એમને આમ છતાં પણ દાળ ગરમ કરી ખીચડી બનાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ દાળ ખરાબ હોવાને કારણે ખીચડી ફાટી ગઈ હતી. અને આ ખીચડી કોઈએ ખાધી પણ નથી શાળાના આચાર્યએ ખીચડીનો નાશ કરેલ છે. અમે જથ્થો ચેક કરી બહેનનો જવાબ લીધો છે અને ખરાબ જથ્થો કબજે કરી તેને બદલી આપવા કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...