ભીષણ આગ ભભૂકી ઉઠી:માતર GIDCમાં પેપર રોલના ગોડાઉનમાં આગ લાગતા અફડા તફડી મચી, રો મટીરીયલ બળીને ખાખ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માતર જીઆઇડીસીમાં આવેલા પેપર રોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફડા તફડી મચી હતી. ફાયર વિભાગની ટીમે ત્યાં પહોંચી જઈને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.
આગ લાગવાનું કારણ અકબંધ
માતર જીઆઇડીસીમાં આવેલા પેપર રોલ ગોડાઉનમાં આજે એકાએક આગ લાગી હતી. જેને લઇ ફાઇર વિભાગની ટીમો દોડી ગઈ હતી. આગની જાણ થતાં નડિયાદ , ખેડા , આણંદ , અમદાવાદ , બારેજા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભીષણ આગમાં પેપરની પ્રોડક્ટ માંથી બનતું રો મટીરીયલ બળીને ખાખ થયું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગમાં હાલ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લાગતા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળ દોડી ગયા હતા, અંતે મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...