ઠાસરાના મંજીપુરા ગામે દુધ ડેરી આપે આવેલા સ્ટેચ્યુ નજીક ગઈરાત્રીના બે જૂથો વચ્ચે નવીજી બાબતે બોલાચાલી થતાં અથડામણ થવા પામી હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.ઠાસરાના મંજીપુરા રોહિતવાસમાં રહેતા દિપકકુમાર રોહિત તા.1 જૂનના રાત્રીના સમયે રઘુવીરભાઈ, ગૌતમભાઇ, હસમુખભાઇ, કૌશીકભાઇ ગામની દુધની ડેરી પાસે આવેલ સ્ટેચ્યુ પાસે બેસી વાતો કરતા હતા. તે સમયે ગામના યોગેશભાઇ, જયરાજભાઇ, મનોજભાઇ, પાર્થભાઈ ત્યાંથી નિકળ્યા હતા.
જેથી તેઓ ઉભા રહી કહે કે અમારી વાતો કેમ કરો છો, તેમ કહી જાતિવિષયક અપશબ્દો બોલી કહે કે સ્ટેચ્યુ પાસે કેમ બેસીને વાતો કરો છો, કહી ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા ચારેય વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા. તે સમયે પાર્થભાઈ નજીકમાંથી લાકડાંનો ડંડો લઈ આવી શરીરે માર્યો હતો. જ્યારે રઘુવીર, વિપુલભાઇ, ગૌતમભાઇ અને હસમુખભાઇ, કૌશીકભાઇને ગડદાપાટુનો મારમાર્યો હતો. તે સમયે ફળિયાના લોકો આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
થોડીવાર બાદ ફરી ઘરે કેટલા માણસોનુ ટોળુ લઇ આવી ગાળો બોલી કહે કે સળગાવી દો તેમને જીવતા મૂકવાના નથી. આ બનાવ અંગે દિપકકુમાર રાવજીભાઇ રોહિત ડાકોર પોલીસ મથકે અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે યશરાજકુમાર અરવિંદભાઈ પરમારે એકવીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર પોલીસે સામસામી ફરિયાદો લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે દલિત સમાજની 8 અને ક્ષત્રિય સમાજની 4 વ્યક્તિઅોની ધરપકડ કરી
આ બનાવ અંગે સ્થાનિક પોલીસે દલિત સમાજના 8 વ્યક્તિઓ અને ક્ષત્રિય સમાજના 4 વ્યક્તિઓને ક્રોસ ફરિયાદના કારણે અટકાયત કરવામાં આવી છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. > ડી. આર. બારૈયા,પી.એસ.આઇ ડાકોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.