સામાન્ય બાબતે હુમલો:મહુધામાં ચાર શખ્સો બેઝબોલના ધોકો લઈ એક્સ આર્મીમેન પર તૂટી પડ્યા, મોટરસાયકલ અડી જતા ઉશ્કેરાઈને હુમલો કર્યો

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુધામાં નજીવી બાબતે મોટી બબાલ થઈ છે. એક્સ આર્મીમેન પર 4 લોકો બેઝબોલના ધોકા વડે તૂટી પડતાં એક્સ આર્મીમેનને ફેક્ચર થયું છે.‌ બજારમા મોટરસાયકલ અડી જતાં આ બાબતે રીસ રાખીને 4 લોકોએ હુમલો કરાયો છે. આ બાબતે ઘાયલ એક્સ આર્મીમેને મહુધા પોલીસમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

મહુધા શહેરમાં ફીણાવ ભાગોળ વિસ્તારમાં રહેતા 53 વર્ષિય ઈનાયતખાન મહેબુબખાન પઠાણ પોતે એક્સ આર્મીમેન છે. ગતરોજ તેઓ બપોરે બે વાગ્યાની આસપાસ પોતાની મોટર સાયકલ લઈને તેમની દીકરીને ટ્યુશનમાં મૂકી પાછા ઘરે આવતા હતા. ત્યારે સુખીયાડીયાની દુકાન સામે પસાર થતાં હતા ત્યારે રોડ ઉપર એક ભાઈ મોટરસાયકલ લઈને આવતાં અડી જતાં આ ઈનાયતખાને જણાવ્યું કે ભાઈ જરા ધીમે ચલાવોને તેમ કેહતા આ વ્યક્તિ ઉશ્કેરાઈ જઈ કીધુ કે વાગ્યુ તો નથી ને તેમ કહી બોલાચાલી કરી હતી. જોકે આજુબાજુના લોકોએ મામલો થાળે પાડ્યો હતો.

મહુધા પોલીસમાં ફરિયાદ
આ બાદ ઈનાયતખાન ઘરે પહોંચી પરત પોતાની દીકરીને ટ્યુશને લેવા જતા હતા અને લઈને પરત આવતા હતા ત્યારે સ્વામિનારાયણ મંદિર નજીક આ બાબતની રીસ રાખીને મહુધામાં રહેતા પાર્થ પટેલ અને તેના 3 જેટલા મિત્રોએ ભેગા મળીને બેઝબોલના ધોકા વડે ઈનાયતખાનને ગંભીર રીતે મારમાર્યો હતા. જેના કારણે ઈનાયતખાનને ડાબા હાથે ફેક્ચર થયું હતું. આ મામલે આજે ઈનાયતખાન પઠાણે મહુધા પોલીસ મથકે ઉપરોક્ત હુમલો કરનાર પાર્થ પટેલ સહિત 3 તેના મિત્રો મળીને કુલ 4 સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...