મહેમદાવાદમાં એક યુવતીના આઠ વર્ષના સુખી લગ્નજીવનમાં પતિ અન્ય યુવતીના પ્રેમમાં પાગલ બનતાં પરણીતાનું જીવન નર્કમય બન્યું છે. બે સંતાન સહિત પરિણીતાનું જીવન અંધકારમય બન્યું છે. પીડીતાએ આ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસનો સહારો લીધો છે.
પતિ સોસાયટીમાં રહેતી એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં
મહેમદાવાદ શહેરમાં રહેતી 28 વર્ષિય યુવતીના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા શહેરમાં રહેતા યુવાન સાથે આંખોમળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં પુખ્તવયે બંન્નેએ સમાજની રાહે લગ્ન કરી લીધા હતા. આ બાદ યુવતીએ બે દિકરાઓને જન્મ આપ્યો હતો. જેમાં એક હાલ 7 વર્ષ અને એક 3 વર્ષનો છે. ગત 26મી ડીસેમ્બરથી આ યુવતીનો પતિ સોસાયટીમાં રહેતી એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં હતો. જેથી તે યુવતીને લઈને ભાગી ગયો હતો. જોકે બાદમાં સત્તર દિવસ બાદ ઘરે આવી ગયેલો હતો.
પતિ નશો કરી આવી પરિણીતા સાથે ઝઘડો કરતો
આ બાબતે પરિણીતા અવાર નવાર પોતાના પતિને સમજાવતાં ઉલટાનો પતિ નશો કરી આવી પરિણીતા સાથે ઝઘડો કરતો હતો. જોકે તેણીની એવુ સમજતી હતી કે સમય જતાં બધુ સારુ થઈ જશે પરંતુ તેનો પતિ અન્ય યુવતીના પ્રેમ સંબંધને ભૂલી શક્યો નહોતો અને ઉલટાના વધુ તેના પ્રેમજાળની મોહમાં ફસાતો જતો હતો. આથી પરણીતા પોતાના બે સંતાનોને લઈને પિયરમાં આવી ગઈ હતી. આમ છતાં પણ પતિ સંતાનોને મળવા આવતો હોય પરિણીતાએ આ મામલે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે એ બાદ પણ સંતાનોને મળવા આવતો અને ઝઘડો કરતો હતો. આથી કંટાળેલી પરણીતાએ પોતાના પતિ સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આમ આ બનાવે એક પીડીતા અને બે સંતાનોનુ જીવન બરબાદ કર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.