દહેજ બાબતે ત્રાસ:ઠાસરાના મંજીપુરામા દહેજ બાબતે સાસરિયાઓએ પરિણીતા પર દબાણ કરી ઘરેથી કાઢી મૂકી

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા અને બે દિયર સામે ફરિયાદ નોંધાવી

દહેજના કંકાસે સુખી ઘર સંસારમા આગ લગાડી છે. ખેડા જિલ્લાના ઠાસરા પંથકના મંજીપુરા ગામે દહેજ બાબતે સાસરિયાઓએ પરિણીતા પર દબાણ કરતા તેણીએ પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોતાના પતિ, સાસુ-સસરા અને બે દિયર સામે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઠાસરા તાલુકાના મંજીપુરા ગામે રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. લગ્ન બાદ સાંસારિક જીવન સારું ચાલતા તેણીએ એક દિકરાને જન્મ આપ્યો હતો. જે હાલ ત્રણ વર્ષનો છે. છેલ્લા થોડા સમયથી પરિણીતાને પોતાના પતિ તથા સાસુ સસરાના અત્યાચારનો ભોગ બનવું પડ્યું છે. જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે પીડિતાને રાતરતનની બીમારી હોવાનું જાણાવ્યુ હતુ. પરંતુ તેમ છતાં પણ પીડિતાને રાત્રિના સમયે દેખાતું ન હોવાનું હકીકત જાણવા છતાં પણ તુ આંધળી છું તને કાંઈ દેખાતું નહીં તેમ કહીં તેણીને મારઝૂડ કરતા હતા.

ગત 6 મેના રોજ પીડિતાના સાસુ-સસરાએ જણાવેલું કે, તારા લગ્ન થયા પરંતુ જીયાણું લઇ આવી નથી, તું તારા પિયરમાંથી જીયાણુ લઈ આવ તેમ કહી તેણીની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વખતે તેણીના પતિએ જણાવ્યું હતું કે, તું મારા મમ્મી પપ્પા સામે કેમ બોલે છે તેમ કહી તેની પત્નીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. સાથે સાથે તેના બંને દિયરોએ પણ પોતાના ભાઇનું ઉપરાણું લઇ આવી ગાળો બોલી હતી.

બાદમાં તમામ લોકોએ પીડિતાને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી અને તું પાછી આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પિયરમાં આવેલી પરિણીતાએ ન્યાય મેળવવા ડાકોર પોલીસ મથકે પોતાના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...