ધૂળેટીમાં યુવાધન હિલોળે ચઢ્યું:ખેડા જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણીમાં યુવાધન વ્યસ્ત બન્યું, પાણી અને કલરથી એકમેકને રંગીને તહેવારની ઉજવણી કરી

નડિયાદ15 દિવસ પહેલા

આજરોજ ધૂળેટી પર્વ હોય આ તહેવારની ઉજવણી કરાઈ રહી છે. ખેડા જિલ્લામાં યુવાવર્ગ સહિત બાળકો આ પર્વના રંગમાં રંગાઈ ગયા છે. ધૂળેટી પર્વમાં યુવાધન ખાસ હિલોળે ચઢ્યું છે.

જિલ્લાના વડામથક નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં અને ગામતળમાં ધૂળેટી પર્વની ઉજવણી થઇ રહી છે. બાળકો, મોટેરાઓ, વૃધ્ધો, ગૃહિણીઓ સહિત જીલ્લાવાસીઓ ધૂળેટીના તહેવારમાં તરબોળ થયા છે. એકબીજા પર પાકા કલર તેમજ પાણીનો છંટકાવ કરી આ તહેવારની મોજ માણી રહ્યા છે. ખાસ કરીને આ દિવસે ક્યાંક ડી.જે. પાર્ટી સાથે ધૂળેટી મનાવાઈ તો ક્યાંક ગરમા ગરમ ખાનપાનની દાવત સાથે ધૂળેટી મનાવાઈ છે. આ ઉપરાંત ગામોમાં પરંપરાગત રીતે ધૂળેટી મનાવાઈ છે. આ દિવસે સરગરા સમાજ દ્વારા ગેરૈયા ખેલવામાં આવે છે. નડિયાદમાં સરગરા સમાજ દ્વારા ગેરૈયા રમવામાં આવ્યા હતા.

બીજી બાજુ નિર્દોષ બાળકોએ પિચકારી વડે કલરફુલ પાણી દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. તો વળી ધૂળેટીની સાંજે મોટાભાગે હોટલોમા તો ક્યાંક ઘર ઘર પાર્ટીનું આયોજન સોસાયટી, પોળ, મહોલ્લાના લોકોએ કર્યું છે. જ્યારે ધાર્મિક સ્થળો પર પ્રસાદી રૂપ અમી છાંટણા લઈને રંગાઈને આ તહેવારની ઉજવણી કરી છે. આમ આ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં જિલ્લા વાસીઓ વ્યસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...