ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં સ્ટેટ વિજીલન્સ ટીમ દ્વારા જિલ્લામાં સાતથી વધુ સ્થળ પર ચાલતા જુગારના અને વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં 33 ઇસમોને કુલ રૂ 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે 21 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરવામાં આવી છે.
ખેડા જીલ્લામાં દારૂ જુગારની બદી ફુલીફાલી હોવાનું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં આશરે ત્રણ મહિનાના સમયગાળામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જિલ્લાના સાત થી વધુ સ્થળે ચાલતા દારૂ અને જૂગારના અડ્ડા પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી 33 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
જ્યારે 21 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઉપરાત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ સિવાય જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ સહિતની એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં દારૂ અને જુગારની બદી દુર કરવા માટે સમયાંતરે પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં તો આવે છે તેમ છતાં ક્યાંક ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર જિલ્લા બહારની એજન્સીઓ સ્ટેટ વિજીલન્સ ટીમ દરોડા પાડી કાર્યવાહી કરે છે.
તેમ છતાં જિલ્લામાં છાશવારે વિદેશી દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસના દરોડાની કાર્યવાહી સામે આવી રહી છે. સભ્ય સમાજમાં આવા દુષણને નાથવા માટે જાગૃત નાગરિકો દ્વારા આવી પ્રવૃતિઓને ડામવા માટે લોક માંગ ઉઠતી રહે છે.
વસો દારૂ પ્રકરણઃ કોંગ્રેસે આવેદન આપી તટસ્થ ન્યાયની માંગ કરી
નડિયાદ | ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા શનિવારના રોજ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો હતો. તાજેતરમાં વસોના ટુંડેલ ગામમાં હરખા તળાવ પાસેના વીર રેસીડેન્સીની પાછળના ભાગમાં આવેલ બંધ પોલ્ટ્રી ફાર્મમાં મોટા પાયે થતા વિદેશી દારૂના કટિંગ સ્થળે દરોડો પાડી રૂ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા દરમિયાન જિલ્લાના વહીવટદાર બનાવ સ્થળે પહોચી રેડ કરનાર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી મુખ્ય બુટલેગર ગીરીશ પ્રજાપતિને કારમાં બેસાડી ભગાડી ગયા હતા. આમ પોલીસ વિભાગ અને બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા મુખ્ય બુટલેગરને શુક્રવારના રોજ રજૂ કરી દેવામાં આવ્યો હતો. આવા ગંભીર મુદ્દાઓને અનુલક્ષીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માંગ કરાઇ છે. દારૂ અને જુગારની બદી ડામવામાં નિષ્ફળ જણાશે તો આગામી દિવસો બંદી ખૂલ્લી પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.