ખેડૂતોએ હરખની હેલી સાથે વાવેતર કર્યુ:ખેડા જિલ્લામાં ખરીફ પાક ડાંગરનું 93,547 હેક્ટરમાં વાવેતર, બાજરીનું 6,283 હેક્ટરમાં વાવેતર થયું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીમાં ડાંગરના વાવેતરમાં 12,842 હેક્ટરનો વધારો, બાજરીના વાવેતરમાં ઘટાડો

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ સારો રહ્યો છે ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાક તરીકે ડાંગરનું 93,547 હેક્ટરમાં જ્યારે બાજરીનું 6,283 હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં ડાંગરના વાવેતરમાં 12,842 હેક્ટરનો વધારો થયો છે જ્યારે બાજરીના વાવેતરમાં ઘટાડો થયો છે.
સૌથી વધુ માતર તાલુકામાં ડાંગરનું વાવેતર
ખેડા જિલ્લામાં વર્ષ 2021માં ખરીફ સીઝનમાં ડાંગર પાકનું કુલ વાવેતર 80,705 હેક્ટરમાં થયું હતું. જેમાં સૌથી વધુ માતર તાલુકામાં 14,470 હેક્ટરમાં જ્યારે સૌથી ઓછું કપડવંજ તાલુકામાં 230 હેક્ટરમાં ડાંગરની રોપણી કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે 2022માં 30 જુલાઈ સુધીમાં ડાંગરનું કુલ વાવેતર 93,547 થયેલ છે. જેમાં સૌથી વધુ માતર તાલુકામાં 15,730 હેક્ટરમાં જયારે સૌથી ઓછું ગળતેશ્વર તાલુકામાં 3,150 ડાંગરનું વાવેતર થયેલ છે.
વિવિધ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું
​​​​​​​
ખરીફ બાજરીનું વર્ષ 2021માં 6,616 હેક્ટરમાં જ્યારે ચાલુ વર્ષે 30 જુલાઈ સુધીમાં 6,283 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષ બાજરીના વાવેતરમાં 333 હેક્ટરનો ઘટાડો નોધાયો છે. ગત વર્ષે જુવાર 27 હેક્ટર, મકાઈ 401, તુવેર 537, મગ 278, મઠ 87, અડદ 182, મગફળી 8,504, દિવેલા 1,096, સોયાબીન 746, કપાસ 13,505, ગવાર 1,847 જ્યારે શાકભાજી 13,887 હેક્ટર મળી કુલ 1,56,079 હેક્ટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થયું હતું. શાકભાજીનું વાવેતર 11,987 હેક્ટરમાં મળી કુલ ખરીફ પાકોનું 1,41,159 હેક્ટરમાં વાવેતર થયું હતું. તેની સરખામણીમાં ચાલુ વર્ષ 30 જુલાઈ સુધીમાં બાજરી 6,283, જુવાર 88, મકાઈ 297, તુવેર 594, મગ 316, મઠ 144, અડદ 632, મગફળી 6,086, તલ 364, દિવેલા 258, સોયાબીન 846, કપાસ 15,571, ગવાર 918, શાકભાજી 13,887 હેક્ટર મળી કુલ 1,56,079 હેક્ટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...