ભાસ્કર એનાલિસિસ:ખેડા જિલ્લામાં ભાજપના મત 6 ટકા જ વધ્યા અને કોંગ્રેસને 3 બેઠકનો ફટકો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અા ટર્મમાં ભાજપની ટકાવારી 6.13 વધી, કોંગ્રેસની 6.69 ઘટી
  • 2017માં ભાજપને 32 ટકા મત મળ્યા હતા, 2022માં વધીને 38 ટકા થયા : ભાજપના સૌથી વધુ વોટ કપડવંજમાં 15 ટકા વધ્યાં

ચૂંટણી પૂર્ણ થયા બાદ કયા પક્ષને કેટલા વોટ મળ્યા, કોના મતની ટકાવારી વધી અને કોની ઘટી તેની ગણતરીઓ શરૂ થઇ છે. વર્ષ 2017માં ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભાજપને 32.43 ટકા મત મળ્યા હતા. જે વોટ શેરનો રેશિયો 2022 માં 6.13 ટકા વધીને 38.56 ટકા પર પહોંચી ગયો છે. જેમાં 2017 કરતા 2022માં સૌથી વધુ વોટની ટકાવારી કપડવંજ અને ઠાસરા બેઠક પર જોવા મળી છે.

કપડવંજ બેઠક પર 15.53 જ્યારે ઠાસરા બેઠક પર 11.99 ટકા મત વધ્યા છે. 2017માં 32.27 ટકા વોટ શેર મેળવનાર કોંગ્રેસને 2022 ની ચૂંટણીમાં ફક્ત 25.58 ટકા મળ્યા છે. જેમાં સૌથી વધુ મત ઠાસરા બેઠક પર 13.43 ટકા તૂટ્યા છે. ભાજપને મળેલા મતની ટકાવારી 6 ટકા વધી અને કોંગ્રેસે 3 બેઠક ગુમાવવાનો વારો અાવ્યો છે.

માતર - ભાજપના 3 અને કોંગ્રેસના 8% મત ઘટ્યા
2017ની ચૂંટણીમાં ભાજપને 36.02 ટકા મત મળ્યા હતા. જે ઘટીને 2022માં 33.25 થઇ ગયા હતા. 2017માં 34.96 ટકા મત મેળવનાર કોંગ્રેસના મત ઘટીને 2022માં 26.9 ટકા થઇ ગયા છે.

નડિયાદ - ભાજપના મતમાં 6.15 ટકાનો વધારો
2017 કરતા 2022માં નડિયાદ ભાજપના મતોમાં 6.15 ટકાનો વધારો નોંધાયો છે. કોંગ્રેસને 2017માં 28.1 ટકા મત મળ્યા હતા. જેમાં 10 ટકાના ઘટાડા સાથે 2022 માં ફક્ત 18.26 ટકા મત મળ્યા છે.

મહેમદાવાદ - કોંગ્રેસના વોટ શેરમાં 5 ટકાનો ઘટાડો
2017માં ભાજપને 39.25 ટકા મત મળ્યા હતા, જે વધીને 2022માં 43.18 ટકા થઈ ગયા. તો કોંગ્રેસને 2017માં 30.03 ટકા વોટ મળ્યા હતા. જે મત ઘટીને 2022માં 25.01 ટકા થઇ ગયા છે.

મહુધા - ભાજપના 8 ટકા મત વધ્યા
ભાજપને આ બેઠક પર 2017ની ચૂંટણી કરતા 8 ટકા વધુ મત મળ્યા છે. 2017માં 28.77 અને 2022માં 36.11 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 2017માં 34.84 અને 2022માં 36.11 ટકા મત મળ્યા હતા.

ઠાસરા - કોંગ્રેસના 14 ટકા વોટ તૂટ્યા
2017માં 32.19 ટકા મત મેળવનાર ભાજપને અહીં 2022માં 44.18 ટકા મત મળ્યા છે. જ્યારે 2017માં 35 ટકા વોટ મેળનાર કોંગ્રેસના વોટ 14 ટકા તુટીને 21.57 ટકા પર પહોંચી ગયા હતા.

કપડવંજ - ભાજપના વોટમાં 15%નો ધરખમ વધારો
2017માં ભાજપને 21.26 અને 2022માં 36.76 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 2017માં 32.27 અને 2022માં 25.58 મત મળ્યા છે. આમ કોંગ્રેસના ધારાસભ્યની બેઠક પર એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...