ખેડામાં વ્યાજખોરોએ એક શ્રમજીવી પાસે ઊંચુ વ્યાજ વસૂલાત ચકચાર જાગી છે. રૂપિયા 3.89 લાખનુ સીધુ 10.09 લાખ વ્યાજ વસૂલ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ મામલે 7 વ્યાજખોરો સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
માતર તાલુકાના સોખડા ગામે રહેતા 26 વર્ષિય રાહુલ ગોકુલસિહ ઝાલા પોતે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમણે વર્ષ 2020 અને એ પછીના સમયગાળામાં અલગ અલગ તારીખે ખેડામાં રહેતા અજયકુમાર વાસુદેવભાઈ પટેલ, અકબરઅલી ગુલામઅલી બેલીમ, આબીદઅલી સોકતઅલી મલેક, અલ્તમઅસલી મુખ્તારઅલી શેખ, મુદ્દસીર મુખ્તારઅલી શેખ, શાહરખુમીયા રસીદમીયા બેલીમ અને સાજીદઅલી અકબરઅલી સૈયદ પાસેથી વ્યાજે કુલ રૂપિયા 3 લાખ 89 હજાર લીધા હતા અને આ બાદ વ્યાજના ખપ્પરમાં હોમાયેલા રાહુલ ઝાલાએ અલગ અલગ દિવસો દરમિયાન ઊંચું વ્યાજ મળી કુલ રૂપિયા 10 લાખ 9 હજાર 700 આજદિન સુધી વસૂલ કર્યું હતું. આ બાદ પણ હાથ ઊછીના પૈસા આપ્યા છે તેવા લખાણમાં રાહુલ અને તેના પિતાની સહી મેળવી જે તે સમયે આપેલા કોરા ચેક પરત નહી આપતા અંતે રાહુલે આ તમામ વ્યાજખોરો સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.