ત્રાસ સહન ન થતાં પરીણિતાની આત્મહત્યા:કઠલાલમાં પતિ, જેઠ-જેઠાણીએ મારઝૂડ કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • 2 વર્ષની દિકરી મા વિનાની નોધારી બની

ખેડા જિલ્લાના કઠલાલ પંથકની પરિણીતાએ પોતાના પતિ, જેઠ-જેઠાણીના અસહ્ય ત્રાસથી કંટાળી મોતને વ્હાલું કર્યુ છે. પરીણિતાએ ખિચડી બનાવતાં પતિ, જેઠ-જેઠાણીએ પરીણીતા સાથે મારઝૂડ કરી હતી. આ અગાઉ પણ ઝઘડો કરતા કંટાળેલી પરીણિતાએ અંતિમ પગલુ ભર્યુ છે. જોકે આ ઘટનામાં 2 વર્ષની દિકરી મા વિનાની નોધારી બની છે. કઠલાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
છેલ્લા એકાદ વર્ષથી ઘરસંસાર ડામાડોળ થયો હતો
કપડવંજ શહેરના જટવાડા ભાથીજી મંદિર સામે રહેતા કલ્પેશભાઈ શંકરભાઈ જોશીની ભાણી માનસીના લગ્ન વર્ષ 2018માં કઠલાલ ખાતે રહેતા મયુરભાઈ મહેશભાઈ ઠાકરની સાથે થયા હતા. મયુરભાઈ પોતે કઠલાલ બસ સ્ટેન્ડ પાછળ કટલરીની દુકાન ચલાવે છે અને લાઈટ ડેકોરેશન તથા ડીજે જનરેટર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. મયુર અને માનસીનો ઘર સંસાર બે વર્ષ સુધી સારો ચાલ્યો હતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી ડામાડોળ ઉપર આવ્યો હતો.
સમગ્ર હકીકતથી પરિણીતાના મામા પણ વાકેફ હતા
પતિ મયુરે પોતાની પત્ની સાથે ઘરના કામકાજ બાબતે ઝઘડો કરવાનું ચાલુ કર્યું હતું. આ ઉપરાંત જેઠ, જેઠાણી અવારનવાર મહેણાટોણા મારી માનસી ઉપર ત્રાસ ગુજારતા હતા. જેઠાણી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી હોય ઘરનું તમામ કામ તારે જ કરવું તેમ માનસીને કહેતા હતા. આ સમગ્ર હકીકતથી માનસીના મામા કલ્પેશભાઈ પણ વાકેફ હતા. જોકે, અવારનવાર ત્રાસ આપતા કલ્પેશભાઈ પોતાની ભાણીને સમજાવી બુજાવી સાસરીમાં રહેવા જણાવતા હતા. માનસીએ ગયા બે વર્ષ અગાઉ એક દીકરીને જન્મ આપ્યો હતો.
​​​​​​​પતિએ પત્નીને પટ્ટાથી મારમાર્યો
ગત 5મી ઓગસ્ટના રોજ સાંજના આઠ એક વાગ્યાની આસપાસ કલ્પેશભાઈ ઉપર પોતાની ભાણી માનસીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મેં સાંજના સુમારે જમવા માટે ખીચડી બનાવેલ હતી પરંતુ મારા પતિ તથા મારા જેઠ, જેઠાણીએ મારી સાથે ઝઘડો કરેલો હતો અને મારા પતિએ મને પટ્ટાથી માર મારેલ છે. ઉપરાંત મારી જેઠાણીએ મને ખીચડી ભરેલી થાળી માથામાં મારેલ છે અને આ ત્રણેય જણાય મને ખૂબ જ માર મારેલ હોવાનું જણાવ્યું હતું. આ ત્રાસના લીધે હું મરી જઈશ તેમ કહેતી અને રડતી હતી. જેથી કલ્પેશભાઈ અને તેમના પરિવારજનોએ માનસીને શાંત પાડી હતી અને બે ત્રણ દિવસમાં નવરા થઈને ત્યાં આવીને મયુરભાઈને ઠપકો આપીશું તેવું જણાવ્યું હતું.
​​​​​​​ગત્રરોજ સવારના સુમારે માનસીએ પોતાના મામા કલ્પેશભાઈને ફોન કરેલો હતો. પરંતુ કલ્પેશભાઈ પોતે કામમાં વ્યસ્ત હોવાથી ફોન રિસીવ કર્યો નહોતો. થોડા સમય પછી માનસી અને કલ્પેશભાઈની વાતચીત પણ થઈ હતી. જેમાં માનસીએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ત્રાસી ગઈ છું હું મરી જઈશ તેવું જણાવતા જેથી કલ્પેશભાઈ તથા તેમની મમ્મીએ માનસી સાથે વાતચીત કરી સમજાવી હતી અને બપોરના ત્રણ વાગ્યા સુધી તું રોકાઈ જા તારા મોટા મામા આવશે એટલે ઘરે આવીશું તેમ જણાવ્યું હતું.

કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધ્યો​​​​​​​
આ વચ્ચેના સમયમાં માનસીએ પોતાના પતિ અને જેઠ જેઠાણીના ત્રાસથી કઠલાલ સાસરીમા દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. સમગ્ર મામલાની જાણ કલ્પેશભાઈ જોશીને કરવામાં આવતા કલ્પેશભાઈ તુરંત માનસીના સાસરીમાં દોડી આવ્યા હતા. અને ભાણીને જે ત્રાસ આપવામાં આવતો હતો તેનાથી અલ્પેશભાઈ વાકેફ હતા જેથી આ સમગ્ર મામલે કલ્પેશભાઈ જોશીએ માનસીના પતિ મયુરભાઈ મહેશભાઈ ઠાકર, જેઠ મેહુલભાઈ મહેશભાઈ ઠાકર અને જેઠાણી જુહીબેન મેહુલભાઈ ઠાકર (તમામ રહે.સતીપીપળી, કઠલાલ) સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 306, 498A,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...