ચોરીનો ભેદ ઉકેલાયો:કઠલાલમાં પોલીસે શંકાસ્પદ બે ઈસમોને ઝડપી પાડ્યા, તપાસમાં મોબાઈલ ફોન અને દાગીનાની ચોરી કરી હોવાનું ખુલ્યું

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદીના દાગીના કિમત રૂપિયા 38 હજાર 700ના તેમજ ફોન મળી કુલ 47 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • મહેમદાવાદ પો.સ્ટે હદમાંથી ચોરી કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરી

ખેડા જિલ્લામાં બની રહેલા ઘરફોડ ચોરીના બનાવને પગલે પોલીસે કમર કસી છે. ગતરોજ રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કઠલાલના કઠલાલ ચોકડી પાસેથી બે શકમંદોને ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી ચોરેલા મોબાઈલ ફોન તથા દાગીના મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં આ ચોરીનો માલ સામાન મેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હોવાનું ખૂલ્યું છે.

પોલીસે બે શકમંદોને અટકાવ્યાં હતા

એલ.સી.બી. પોલીસના માણસો ગતરોજ રાત્રે કઠલાલ ખલાલ ચોકડી પર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન અહીંયાથી પસાર થતા ભનુભાઇ હિરાભાઇ ચુનારા વાઘરી (ઉ.વ.40 રહે, સરખેજ હાઇસ્કુલની પાછળ તા કઠલાલ જી.ખેડા) અને રમેશભાઇ જેસંગભાઇ ચુનારા વાધરી (ઉવ.65 રહે, હાલ રામપુરા ચરામાં તાબે ખડોદા, તા.દશક્રોઇ જી.અમદાવાદ) નાઓને અટકાવ્યા હતા.

કુલ 3 લોકો સામે ગુનો નોંધાયો, પોલીસે તપાસ હાથ ધરી

તેઓની પાસેથી મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ. 8,500 રોકડા રૂ. 280 ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આથી પોલીસે ઘનિષ્ઠ પુછપરછ કરતા આ બન્ને ઇસમોએ આ મોબાઇલ સાથે કેટલાંક ચાંદીના ઘરેણાની પણ અકલાચા ચોકડી પાસેથી ચોરી કરેલાની કબુલાત કરી હતી. આ ચોરેલા દાગીના હલદરવાસ ખાતે રહેતા રોનકકુમાર દિપભાઇ સોની (રહે. હલદરવાસ તા.મહેમદાવાદ જી.ખેડા) નાઓને વેચાણ આપ્યાં હોવાની કબૂલાત કરી હતી. જેથી આ સોની પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના જુદા જુદા દાગીના કિમત રૂપિયા 38 હજાર 700ના કબ્જે કરી દાગીના તથા મોબાઇલની કુલ કિંમત મળી 47 હજાર 480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ આ ગુનામા કુલ 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...