મહેમદાવાદમાં પરિણીતા પર અત્યાચાર:'સાસરીમાં પાછું ફરવું હોય તો તારે બે લાખ આપવા પડશે' તેમ કહીં કરોલીમાં સાસરિયાઓએ પરિણીતાને કાઢી મૂકી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના કરોલીના સાસરિયાઓએ પરિણીતા પર અત્યાચાર અને દમન ગુજાર્યો છે. સાસરિયાઓએ પરીણીતાને સાસરીમાં પાછુ ફરવુ હોય તો રૂપિયા 2 લાખ આપવા પડેશ તેમ જણાવ્યું છે. ઘરના કામકાજ અને રસોઈ બાબતે ત્રાસ આપતાં પરિણીતાએ પોલીસનો સહારો લીધો છે. લગભગ છેલ્લા દોઢ એક વર્ષથી સમાજના આગેવાનો તથા અન્ય રીતે સમાધાન કરવાનો પ્રયાસ કરાયો પણ સમાધાન ન થતાં અંતે પીડીતાએ ન્યાય મેળવવા પોલીસના દ્વારા ખખડાવ્યા છે. સમગ્ર મામલે પીડીતાએ કઠલાલ પોલીસમા પોતાના પતિ, સાસુ, સસરા અને બે નણંદ મળી કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પરિણીતા M.A.ના પ્રથમ વર્ષમા અભ્યાસ કરી રહી છે
કઠલાલ તાલુકાના રતનપુર તાબેના ભંડારીયા ખાતે રહેતી 21 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં મહેમદાવાદ તાલુકાના કરોલી તાબેના વનની મુવાડી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. યુવતી પોતે હાલ નડિયાદ ખાતે M.A.ના પ્રથમ વર્ષમા અભ્યાસ કરી રહી છે. તેણીના લગ્ન 7મે 2019ના રોજ થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાને સાસરે ગઈ હતી. જ્યાં પોતાના સાસુ સસરા અને બે નણંદ તથા દિયર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

તારે બાળક નહીં થાય તુ મારા ભાઈને છૂટાછેડા આપી દે
લગ્નના એકાદ મહિના સુધી ઘર સંસાર સારો ચાલ્યો હતો આ બાદ જૂન માસની અંદર પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ શરૂ થયો હતો. ઘરના કામકાજ બાબતે ઉપરાંત તેણીના સાસુ સસરા રસોઈ બનાવવા બાબતે ખામીઓ કાઢી પરણીતા સાથે ઝઘડો કરતા હતા. તથા બંને નણંદોની પણ ચઢામણી એટલે જ હતી. આમ છતાં પરિણિતા સમગ્ર ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહેતી હતી. વાત એટલી હદે વધી ગઈ કે બંને નણંદો અને સાસુ-સસરા તથા પતિનો ત્રાસ અસહ્ય વધવા લાગ્યો અને લગ્નને એકાદ વર્ષ થયું હોવા છતાં પણ તારે બાળક નહીં થાય તુ મારા ભાઈને છૂટાછેડા આપી દે તેમ બંને નણંદ જણાવી પીડીતા પર અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યો હતો. આ વાત પતિને કહેતા પતિ પણ પોતાના બહેન અને માતા-પિતાનો પક્ષ લઈ તેણીની સાથે ઝઘડો કરી ધોલ ઝપાટ કરતો હતો.

પોલીસે ગુનો નોંધ્યો
પિયરમાં આવેલી પરિણિતાએ પોતાની આપવીતી પોતાના માતા પિતાને કહી હતી. આ બાબતે તેણીના માતા-પિતાએ સમાજના આગેવાનો મારફતે તેણીનો સંસાર તૂટે નહીં અને સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ સાસરિયાંઓને આ પરિણીતા આડી ખીલી રૂપ લાગતા તેઓ ટસના મસ થયા નહોતા. છેલ્લે સાસરિયાઓએ જણાવ્યું કે, તારે સાસરીમાં આવવું હોય તો રૂપિયા 2 લાખ આપવા પડશે. જોકે આટલી મોટી રકમ તેણીના પિતા સાથે ન હોવાના લીધે આખરે પરિણીતાએ સામાજિક રીતે આ બાબતે પ્રશ્ન હલ કરવા પ્રયાસ કર્યા હોવા છતાં પણ કોઈ સમાધાન ન થતા આખરે ન્યાય માટે પરિણીતાએ સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...