કપડવંજમાં પુત્રવધુના આડા સંબંધ બાબતે વિધવા સાસુ અને પતિએ ઠપકો આપતાં પુત્રવધૂએ પોતાના પતિ અને મા સમાન સાસુ પર ગાળોનો વરસાદ કર્યો છે. આ દરમિયાન 3 વચ્ચે સામાન્ય ઝપાઝપી થતાં પુત્રવધુએ કહ્યું કે જો મને કંઈ કહેશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કપડવંજ ટાઉન પોલીસે વિધવા મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પુત્રવધૂએ સાસુ અને પોતાના પતિને ધમકી આપી
કપડવંજ શહેરના કરસનપુરા રોડ પર જીનવાળા સોસાયટીમાં 66 વર્ષીય વિધવા મહિલા કુમુદબેન પ્રતાપસિંહ વાઘેલા રહે છે. તેમને સંતાનમાં બે દીકરાને ત્રણ દીકરીઓ છે. તેમનો નાનો દીકરો દિગ્વિજય પોતાની પત્ની મિતલબેન સાથે રહે છે. કુમુદબેન અને પુત્રવધુ મિતલબેનને ઘરકામ બાબતે અવારનવાર તકરાર થતી હતી. ગઈકાલ સાંજના સાડા છ એક વાગ્યાની આસપાસ આ મિત્તલબેનના આડા સંબંધ અન્ય વ્યક્તિ સાથે હોવાને કારણે દિગ્વિજય અને તેમની માતા કુમુદબેને આ મામલે મિતલબેનને ઠપકો આપ્યો હતો. આ ઠપકો ઝઘડામાં પરિણમતા મિત્તલબેને પોતાની મા સમાન સાસુને અને પતિને અપશબ્દો બોલ્યા હતા. આ બાદ સામાન્ય ઝપાઝપી પણ થઈ હતી. આક્રોશમા આવેલા મિતલબેને જણાવ્યું કે કે જો મને કંઈ કહેશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
મામલો 181 અભયમ પણ થાળે ન પાડી શકી પોલીસ મથકે પહોંચ્યો
આ ઝપાઝપીમાં દિગ્વિજય વચ્ચે પડતા તેઓને લોખંડની જાળી વાગી ગઈ હતી. જે મામલો 181 અભયમ મહિલાને સંપર્ક કરાયો હતો. પરંતુ આમ છતાં પણ આ મામલો થાળે ન પડ્યો અને ઉગ્ર બનતા અંતે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સમગ્ર મામલે વિધવા સાસુ કુમુદબેન વાઘેલાએ પોતાની પુત્રવધુ મિતલબેન વાઘેલા સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 506(2) મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.