કપડવંજની સત્તર વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે દિકરીની માતાની ફરિયાદ આધારે સ્થાનિક પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારના રોજ આ કેસના ત્રણ વ્યક્તિઓએ પોલીસ સ્ટેશને હાજર થતા પોલીસે જિલ્લા જેલ મોકલી આપ્યા છે.
ભરતભાઈનો દિકરો આકાશ દિકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. વળી ભરતભાઈ અને તેમના પત્ની કહે કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યા પરણાવશો તો તેને ચેનથી જીવવા નય દઈએ, જો કે આ અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયુ હતુ, પરંતુ થોડા દિવસો બાદ ફરી અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ. જેથી દીકરીને માસીને ત્યાં મોકલી આપી હતી. પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોને માનસિક ત્રાસથી દીકરી કંટાળી જતા તા 7 મેના રોજ માતા ઘરે હાજર ન હતા તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે દિકરીની માતાની ફરિયાદ આધારે આકાશ,તેના પિતા ભરતભાઈ, માતા જયશ્રીબેન અને નિલેષભાઇ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે તા.15 મે ના રોજ નિલેષને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ બાદ આકાશની માતા જયશ્રીબેન નડિયાદ સેશન્સ કોર્ટ આગોતરા જમીન અરજી કરી હતી. જે તાજેતરમાં નડિયાદ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ બાદ પોલીસ ટીમે ત્રણેય ઈસમોના કોવિડ ટેસ્ટ કર્યા હતા.જે રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસ જેલ વોરંટ ફરી ત્રણેય વ્યક્તિઓને જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.