નજીવી બાબતે માથાકૂટ:મહેમદાવાદના હલધરવાસમાં મંચુરિયાન પાર્સલ કરવાની બાબતે ચાર શખ્સોએ દુકાનદાર સાથે બોલાચાલી કરી દુકાનમાં તોડફોડ કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • ગ્રાહકોની ભીડ હોવાથી પાર્સલ કરવામાં વાર લાગશે કહેતા દુકાનદારને અપશબ્દો બોલી ઝગડો કર્યો

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામે મંચુરિયન ખાવા આવેલા ચાર લોકોએ દુકાનદાર સાથે બોલાચાલી કરી દુકાનમા તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. આ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામે રહેતા 22 વર્ષીય વિક્રમભાઈ ઉદાભાઈ પરમાર પોતે ગામ નજીક વડનગર વિસ્તારમાં ખોડીયાર નાસ્તા સેન્ટર નામની દુકાન ધરાવે છે. ગતરોજ તેઓ રાત્રે પોતાની દુકાને હતા ત્યારે હલધરવાસ નજીક આવેલા કોઠીપુરા ગામે રહેતા કેતન અરવિંદભાઈ પરમાર, રાહુલ અરવિંદભાઈ પરમાર, મનીષ ખોડાભાઈ પરમાર અને કાનજી વણઝારા નામના લોકો વિક્રમભાઈના નાસ્તાના દુકાને મંચુરિયન ખાવા આવ્યા હતા.‌

આ ચારેય વ્યક્તિઓએ દુકાનદાર વિક્રમને જણાવ્યું કે અમારે મનચુરીયન પાર્સલ કરવાનું છે. વિક્રમે જણાવ્યું કે, હાલ ગ્રાહકોની ભીડ છે જેથી થોડી વાર લાગશે. તેમ કહેતા ઉપરોક્ત ચારેય લોકો આક્રોશમાં આવી જઈ વિક્રમભાઈને અપશબ્દો બોલ્યા હતા. વાત એટલી હદે વણસી કે, નજીવી બાબત ઝઘડામાં ફેરવાઇ ગઇ હતી. ઉશ્કેરાયેલા રાહુલ પરમારે ભાલો લઈ આવી દુકાનમાં પંખા ફ્રિજ તથા ટેબલને નુકસાન કર્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે દુકાનદાર વિક્રમ પરમારે દુકાનમાં તોડફોડ કરનાર ઉપરોક્ત ચારેય શખ્સો સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 504, 506(2), 427, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...