ચોરી પર સીનાજોરી:નડિયાદના ગણેશપુરામાં દીકરીને હેરાન કરનાર શખ્સને પિતાએ ઠપકો આપતા યુવકે ધારીયા વડે હુમલો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા વિસ્તારમાં અંગત અદાવતની રીસ રાખી યુવાને એક શખ્સ પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો છે. જેના કારણે ઘાયલ શખ્સને માથામા ટાંકા આવ્યા છે. દીકરીને હેરાન કરતા પિતાએ ઠપકો આપતાં આક્રોશમાં આવેલા યુવાનના કારસ્તાન સામે ચકલાસી પોલીસમા ફરિયાદ નોધાઈ જવા પામી છે.

માથાના ભાગે ધારીયુ મારી દીધું અને લોહી લુહાણ કરી દીધા હતા
નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા ગામે રહેતા 19 વર્ષીય પ્રતાપભાઈ ભીખાભાઈ સોલંકી ગતરોજ તે અને તેમના પિતા બંને ચાલતા ખેતરમાં ડાંગર લેવા માટે જતા હતા. આ વખતે ગામ નજીક ભાનપુર પાલડીમાં રહેતા બળવંતસિંહ નટવરસિંહ સોઢા હાથમાં ધારીયુ લઈને આવેલા અને પ્રતાપભાઈના પિતાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને જણાવ્યું કે કેમ મને ઠપકો કરેલો તેમ કહી તેના હાથમાંનુ ધારીયું પ્રતાપભાઈના પિતાને માથાના ભાગે ધારીયુ મારી દીધું અને લોહી લુહાણ કરી દીધા હતા.

પોલીસે આઈપીસી 324, 307, 504 મુજબ ગુનો નોંધ્યો​​​​​​​
આ બાદ ઘવાયેલા ભીખાભાઈ સોલંકીને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. હાલ સારવાર ચાલુ છે અને તેઓ અર્ધબેભાન અવસ્થામાં છે તેમજ તેમને માથામાં ટાંકા લેવા પડ્યા છે. સમગ્ર બનાવ સંદર્ભે ઘવાયેલા ભીખાભાઈના પુત્ર પ્રતાપભાઈએ ચકલાસી પોલીસમાં ઉપરોક્ત હુમલો કરનાર બળવંતસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ હુમલો કરનાર બળવંતસિંહ સોઢા આજથી એકાદ વર્ષ અગાઉ મારી બહેનને હેરાન કરતો હતો, અને આથી મારા પિતા ભીખાભાઈએ આ હેરાન કરનાર બળવંતસિંહને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું એફઆઈઆરમાં ઉલ્લેખ થયેલ છે. પોલીસે આઈપીસી 324, 307, 504 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...