ગળતેશ્વરના માલવણ ગામે ફટકાડા ફોડવા જેવી નજીવી બાબતે બે પાડોશી સામસામે આવી ગયા હતા. જેમાં પિતા-પુત્રએ ફટાકડા ફોડનારને મારમાર્યો છે. સમગ્ર મામલે સેવાલીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. ગળતેશ્વર તાલુકાના માલવણ ગામે રહેતા 24 વર્ષીય પરેશભાઈ રમેશભાઈ ભોઈ ગત આઠ ડિસેમ્બરના રોજ સાંજે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતા તેઓ ખુશીમાં તેમના ઘરના આંગણામાં ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન તેમના પડોશમાં રહેતા દિનેશભાઈ સેતાભાઇ ભરવાડ કીધેલું કે ફટાકડા કેમ ફોડે છે તેમ કહી પરેશભાઈને ગાળો બોલવા લાગ્યા હતા. અપશબ્દો બોલવાની પરેશભાઈએ ના પાડતા દિનેશભાઈ સેતાભાઈ ભરવાડ એકદમ આવેશમાં આવી પોતાના ઘરમાથી લાકડી લઈ પરેશભાઈને મારવા આવી ગયેલા હતા અને પરેશભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.
પોલીસે ગુનો નોંધ્યો
દિનેશભાઈનુ ઉપરાણુ લઈ આવી તેમના પિતા સેતાભાઇ હીરાભાઈ ભરવાડ પણ પરેશભાઈને ગંદી ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. જોકે પરેશભાઈના સ્વજનો આવી જતા તેઓને વધુ મારથી છોડાવ્યા હતા. આક્રોશમાં આવેલા પિતા-પુત્રએ જણાવ્યું કે આજે તો તું બચી ગયો છું પરંતુ હવે પછી લાગ મળશે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર મામલે પરેશભાઈ ભોઈએ ઉપરોક્ત હુમલો કરનાર પિતા પુત્ર સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.