ચોરી:ગળતેશ્વરના વસોમાં ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરને બંધ કરી જમીન પર પાડી દઈને અંદરના સ્પેરપાર્ટની ચોરી આચરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વરના વસોમાં ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરને બંધ કરી જમીન પર પાડી દઈને શખસો અંદરના સ્પેરપાર્ટ ઉઠાવી ગયા

ગળતેશ્વરના વસો સીમમા ખેતી માટેના વિજ પુરવઠાની ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરને બંધ કરી નુકશાન પહોંચાડ્યું છે. ઉપરાંત આ ટ્રાન્સફોર્મરમાંથી વિવિધ સ્પેરપાર્ટ મળી કુલ 33 હજાર 800ના સ્પેરપાર્ટની ચોરી થઈ છે. આ બનાવ મામલે સેવાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ટ્રાન્સફોર્મરને બંધ કરી જમીન ઉપર પાડી દીધું હતું
ગળતેશ્વર તાલુકાના વસો-પડાલ રોડ પર વસો ગામની સીમમાં આવેલ સર્વે નંબર 21 વાળી જમીન પર વીજ પુરવઠો માટે ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું. આ ટ્રાન્સફોર્મર ગત 14 ઓગસ્ટના રોજ પહેલાના કોઈ પણ સમય દરમિયાન કોઈ અજાણી વ્યક્તિઓએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરના લંગર ઉતારી તથા ઝંપરો કાપી ટ્રાન્સફોર્મરને બંધ કરી જમીન ઉપર પાડી દીધું હતું અને બીજા ટ્રાન્સફોર્મરના અન્ય સ્પેરપાર્ટોની પણ ચોરી કરી અજાણ્યા લોકો ફરાર થયા હતા.

એમજીવીસીએલના નાયબ ઇજનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી
14 ઓગસ્ટના રોજ સમગ્ર ઘટના સંદર્ભે સ્થાનિકોએ ઉપરોક્ત અધિકારીને જણાવ્યું હતું. પરંતુ હાલમાં ચોમાસાની સિઝનમાં મેન્ટેનન્સની કામગીરીમાં રોકાયેલા હોવાથી ગત 18મી ઓગસ્ટના રોજ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ હતી. જોકે આ બાદ પણ ઠાસરા ખાતે મુખ્યમંત્રી આવવાના હોવાથી અધિકારીઓએ આ મામલે આજે ગળતેશ્વર તાલુકાના એમજીવીસીએલના નાયબ ઇજનેર જયસિંહ મગનભાઈ નલવાયાએ ચોરીની ફરિયાદ સેવાલીયા પોલીસ મથકે નોંધાવી છે. જેમાં કુલ રૂપિયા 33 હજાર 800ના સ્પેરપાર્ટની ચોરી થઈ હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...